આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦૧
બોરસદના બહારવટિયા અને હૈડિયા વેરો

પાટણવાડિયાની વસ્તીવાળાં, કેટલાંક ગામ મોટે ભાગે પાટીદારની વસ્તીવાળાં અને કેટલાંક ગામ મિશ્ર વસ્તીવાળાં છે. ગામમાં જે કોમની વસ્તી વધારે હોય તે કોમનું જોર ત્યાં હોય છે. ઓછી વસ્તીવાળી કોમના લોકો એમની સાથે હળીમળીને અથવા કાંઈક દબાઈ ચંપાઈને રહે છે. પાટીદાર અને બારૈયાની મિશ્ર વસ્તીવાળા એક ગામમાં બારૈયાની જાન આવી. જે ગામમાંથી બારૈયાની જાન આવેલી તે એકલા બારૈયાની વસ્તીવાળું હતું અને બારૈયા કોમમાં આગેવાન ગણાતું. જાનમાં આવેલા ઘરડિયા બારૈયા હાથમાં હૂકો પકડી ગગડાવતા ગગડાવતા ગામમાં ફરવા નીકળ્યા. હૂકાની નેહને ચાંદીની ખોળીઓ ચઢાવેલી. પોતાના ઘર આગળથી બારૈયાઓને આમ હૂકો પકડીને જતા જોઈ ગામના મુખી જે પાટીદાર હતા તેમનાથી રહેવાયું નહીં. તેઓ બેઠા બેઠા તડૂક્યા : ‘કયા ગામનાં કોળચાં ફાટ્યાં છે ? અમારા ગામમાં આવા વેશ નહીં ચાલે.’ પેલા બારૈયા આગળ ચાલ્યા ગયા પણ જેને ઘેર જાન આવેલી તે બારૈયાને થયું કે પટેલ કાંઈ નવાજૂની કરશે. એટલે એ પટેલને ઘેર જઈ ખુશામત કરી, કાલાવાલા કરી તેમને શાંત પાડી આવ્યા. પણ પેલા ગામના બે ત્રણ બારૈયાઓએ આ સાંભળ્યું હતું તેમની આંખમાં ખુન્નસ ભરાયું. બીજે દિવસે સવારે વરકન્યા સાથે જાન વદાય થઈ. તે જ રાતે પેલા બારૈયા જુવાનિયાઓ પેલે ગામ મુખીને ઘેર ઊપડ્યા. તેનાં બારણા તોડી ઘરમાં પેઠા અને પેલા અપમાન વચનો બોલનાર મુખીને મારી નાખી નાઠા. ત્યારથી એ બન્યા બહારવટિયા.

બહુ અશરાફ માણસને પણ બહારવટિયા થવું પડેલું એવો આ કેસ છે. ગામમાં વાણિયાના છોકરાનું લગ્ન હતું. રાતે એનું ફૂલેકું ફરવા નીકળ્યું. તેમાં દારૂખાનું ફોડવામાં આવ્યું. તેનાથી એક બારૈયાના ઝૂંપડાને આગ લાગી ને બધું બળી ગયું. લગ્નના ઉત્સાહમાં વાણિયાએ કહ્યું કે તારું ઝૂંપડું હું બંધાવી આપીશ, તું કશી ફિકર ચિંતા કરીશ નહીં અને ફરિયાદ કરવા જઈશ નહીં. આ વાત વૈશાખ કે જેઠમાં બનેલી. પેલો બારૈયો રોજ વાણિયાને કહે, તમે મને લાકડું અને બીજો સરસામાન આણી આપો અને મહેનત હું કરીશ. ચોમાસા પહેલાં મારી ઝૂંપડી થઈ જાય તો મારે આશરો રહે. વાણિયો રોજ વાયદા કરે અને આશા આપે. છેવટે ચોમાસું માથે આવ્યું ત્યાં સુધી વાણિયાએ કાંઈ ન કર્યું. પેલાએ આડાંઅવળાં લાકડાં ગોઠવીને રાંધી ખાવા જેટલું કરેલું અને મહા અગવડે દહાડા કાઢતો હતો. એક રાતે ગાજવીજ સાથે ખૂબ વરસાદ થયો. પણ ઢાંકણ બરાબર નહોતું એટલે રાતે બધાં પલળ્યાં અને નાનાં બાળકોએ રોકકળ કરી. બારૈયો તો ખૂબ અકળાયો. સવાર પડી એટલે ભીને દદડતે કપડે વાણિયા પાસે ગયો અને કંઈક આકળા સાદે વાણિયાને કહ્યું, રોજ વાયદા કરો છો પણ મારે ઘેર આવીને મારાં બચ્ચાં છોકરાંના હાલ તો જુઓ. વાણિયે ખંધાઈથી