આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૧
૧૯૨૫થી ૧૯૨૮ની રાજકીય પરિસ્થિતિ


પોકારોથી વિદ્યાર્થીઓએ આખા દેશને ગજવી મૂકો. આ કમિશને આખા હિંદુસ્તાનમાં ફરી સર જૉન સાઈમનના શબ્દોમાં ‘દેશના જુદા જુદા ભાગમાં તમામ કોમો તથા વર્ગો સાથે અંગત સંપર્ક સાધીને’ તા. ૩૧મી માર્ચે મુંબઈનો કિનારો છોડ્યો. કમિશને ખરી રીતે લોકોનો સંપર્ક સાધ્યો હોય તો એટલો જ હતો કે જ્યાં જ્યાં તે ગયું ત્યાં લોકોના ટોળેટોળાં કાળા વાવટા સાથે એની સામે વિરોધી દેખાવો કરવા ઊલટતાં હતાં અને તેમને વિખેરવા માટે તેના ઉપર પોલીસ લાઠી ચાર્જ કરતી હતી, પંજાબમાં લાલા લજપતરાય ઉપર લાઠીના સખ્ત પ્રહાર થયા હતા. તેને કારણે તેઓ પથારીવશ થયા અને તેમાંથી ઊઠવા ન પામ્યા. યુક્ત પ્રાતમાં જવાહરલાલજીને પણ પોલીસની લાઠીના થોડા ફટકાનો સ્વાદ ચાખવો પડેલો. આ બે પ્રસંગોએ સાઈમન કમિશનને વધુ ફિટકારને પાત્ર બનાવ્યું.

આ બધો વખત નેહરુ કમિટી પોતાનું કામ કરી રહી હતી. ફેબ્રુઆરી અને માર્ચ માં બે સર્વપક્ષી બેઠકો થઈ. ત્રીજી સર્વપક્ષી બેઠક મેમાં થઈ અને તેણે મોતીલાલજીને રાજ્યબંધારણની યોજનાનો છેવટનો મુત્સદ્દો તૈયાર કરવાનું કામ સોંપ્યું. ઑગસ્ટની આખરમાં લખનૌ મુકામે સર્વપક્ષી પરિષદની છેલ્લી બેઠક નેહરુ કમિટીના રિપોર્ટ ઉપર વિચાર કરવા મળી. તેમાં પૂર્ણ સ્વતંત્રતાનું ધ્યેય રાખનારાં રાજદ્વારી મંડળી ઉપર કશું બંધન ન રાખતાં આખી પરિષદ ‘ડુમિનિયન સ્ટેટસ’ ના ઠરાવમાં એકમત થઈ. પંડિત મોતીલાલજીનો ખાસ આગ્રહ હતો કે પોતાનો રિપોર્ટ અખંડ સ્વીકારાવો જોઈએ. અમુક ભાગ સ્વીકારાય અને અમુક ભાગ છોડી દેવામાં આવે એ તેમને માન્ય ન હતું.

ડિસેમ્બરમાં કલકત્તામાં ભરાનારી કૉંગ્રેસમાં ૫ં○ મોતીલાલજીનું નામ પ્રમુખ તરીકે સૂચવાયું હતું, પણ તેઓ આનાકાની કરતા હતા. બારડોલીના વિજયી વીર તરીકે સરદારનું નામ છૂટથી બોલાતું હતું અને ઈન્ડિપેન્ડન્સ લીગના ઉત્સાહી અને યુવાન આગેવાન તરીકે યુવાન વર્ગ જવાહરલાલનો આગ્રહ કરતો હતો. પણ બંગાળે પં○ મેતીલાલજી સિવાય બીજા પ્રમુખને સ્વીકારવાની ના પાડી. દેશની આગળ ભારે રાજદ્વારી મહત્ત્વના પ્રશ્નો આ કૉંગ્રેસમાં આવવાના હતા તેનો નિકાલ પં○ મોતીલાલજી જેવા અનુભવી મુત્સદ્દી જ કરી શકે એમ તેને લાગતું હતું. છેવટે બધા સંજોગોનો વિચાર કરી ૫ં○ મોતીલાલજીએ પ્રમુખપદનો સ્વીકાર કર્યો. જોકે પોતાના જ પ્રિય પુત્ર ‘ડુમિનિયન સ્ટેટસ’ ની તેમની યોજનાને પસંદ કરતા નહોતા અને બહુ મોટો યુવાન વર્ગ તેનો વિરોધ કરશે એવી આગાહી તો એમને હતી જ. આ બધા રાજકારણમાં ગાંધીજી રસ નહોતા લેતા છતાં પં○ મોતીલાલજીને એમના ઉપર ભારે શ્રદ્ધા હતી અને ગાંધીજી પણ મોતીલાલજી ઉપર ફિદા હતા. મોતીલાલજીએ ગાંધીજીને