આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૦
સરદાર વલ્લભભાઈ

બાપુ : “એ આજથી શું કહેવાય ? વિચારશું અને જે કરવા યોગ્ય લાગે તે કરશું. સૂઝી રહેશે. આપણે આટલે સુધી કર્યું અને મંદિરો નથી ખૂલ્યાં તેમાં શું ? એકે પગલું વ્યર્થ નથી ગયું. કશી હાર નથી ખાધી. જ્યાં સુધી આપણું મન હાર્યું નથી ત્યાં સુધી હાર ક્યાં છે?

“અને તમે એ જુઓ છો ખરા કે હું હરિજનનું કામ મૂકી દઉંં તો આંબેડકર જ મારા ઉપર તૂટી પડે ? બીજા જે કરોડો મૂંગા હરિજન છે તેનું શું થાય ?”

વલભભાઈ : “એનો પ્રતિનિધિ કહે છે કે મંદિર નથી જોઈતાં. એને પ્રતિનિધિ તરીકે તમે સ્થાપ્યો. અને હવે એમ ન કહી શકો કે એ પ્રતિનિધિ નથી.”

બાપુ: “હું પ્રતિનિધિ છું ના ? અને એ લોકોની ગરજ હું જાણું છું ના ?”

તા. ૧૭–૨-’૩૩ : આજે સવારે વલ્લભભાઈ પૂછે : “તમારા વર્ણાશ્રમ ધર્મમાં આ ક્ષત્રિયોનું શું થાય ? હથિયાર કોઈ ઝાલશે જ નહીં.”

બાપુ : “હા, નહીં ઝાલે. હથિયાર ઝાલે એ જ ક્ષત્રિય છે એવી ક્યાં વ્યાખ્યા છે? બીજાનું રક્ષણ કરે અને એ કરતાં પ્રાણ આપવા તૈયાર થાય એ ક્ષત્રિયની વ્યાખ્યા છે. બાકી જગત અહિંસાથી ચાલશે એવી કલ્પના નથી. આ શરીર જ હિંસાની મૂર્તિ છે, એટલે તેને ટકાવવા માટે પણ ઘણી હિંસાની જરૂર રહેશે. પણ એ ક્ષત્રિયો પણ ઓછામાં ઓછી હિંસા કરશે.”

તા. ૨૨-૨-’૩૩: આજે સવારે આંબા નીચે બેઠા હતા ત્યાં જમનાલાલજીનો સંદેશો આવ્યો કે મારે મળવું છે, અને જલદી મળાય તો સારું. ઘડીક પછી ચિઠ્ઠી આવી તેમાં લખેલું : “રાત્રે ઊંઘ ન આવી. ચિઠ્ઠીઓ નાખી હવે તૈયારી કરીને આપના આશીર્વાદ લેવાનું રહ્યું છે. મને જલદી બોલાવો…”

બાપુએ બાર વાગ્યાનો સમય આપ્યો. સવા કલાક મળીને આંબા નીચે આવ્યા.

શી વાત થઈ એમ પૂછ્યું. તેના જવાબમાં બાપુ કહે : “આખું હસાવે એવું પ્રકરણ છે. સાંજ ઉપર રાખીએ. વલ્લભભાઈને તો સંભળાવવું જ પડશે.”

સાંજે વાતો કરી. જમનાલાલજીને રાત્રે વિચાર થયો કે દંડ ભરીને વહેલા છૂટી જવું અને છૂટીને હરિજનનું કામ કરવું અને સવિનયભંગની લડતને પણ જાગ્રત કરવી. જાનકીબહેન વગેરેને મોકલવાં. પછી એ ઉપર ચિઠ્ઠી નાખી. ચિઠ્ઠી નીકળી કે દંડ ભરીને જવું. એટલે પછી બાપુના આશીર્વાદ લેવાનું બાકી રહ્યું ! બાપુની આગળ જેલરના દેખતાં બધી વાતો સંભળાવી.

બાપુ કહે : “તમે ચિઠ્ઠી નાખી શકો છો, પણ એમાં બે દોષ છે. જો તમે ઈશ્વરને હાજર રાખીને ચિઠ્ઠી નાખો તે મને પૂછવાપણું ન હોય. એના ઉપર હું અભિપ્રાય આપું તો ઈશ્વર કરતાં મોટો થઈ ગયો. મારી પાસે એમ ને એમ અભિપ્રાય માગો તો હું અભિપ્રાય આપી ન શકું. મારે વલ્લભભાઈને પણ પૂછવું જોઈએ. વળી તમારી ચિઠ્ઠીમાં બીજો દોષ એ હતો કે તમે તો બહાર જઈને સવિનયભંગ ચલાવવાનો ઇરાદો રાખો. સવિનયભંગ તો તમે અહીં રહીને ચલાવી રહ્યા છો. બહાર તો અસ્પૃશ્યતાનું કામ કરવાને નીકળવાનો નિશ્ચય કરો