આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૯
બોરસદ તાલુકામાં પ્લેગનિવારણ

ગાંધીજીએ મુલાકાત લીધી. પોતાનાં ભાષણોમાં તેઓ એ વસ્તુ પર ભાર મૂકતા કે સરદારે, દરબારસાહેબે અને તેમના બહાદુર સ્વયંસેવકોએ આટલું સુંદર કામ કર્યું છે છતાં તમે તમારી જૂની ટેવો સુધારાશો નહીં, તમારાં ઘરબાર સાફ રાખશો નહીં અને ઘરમાં ઉંદર અને ચાંચડને ભરાવાનું સ્થાન જ ન મળે એવી વ્યવસ્થા કરશો નહીં તો પ્લેગ ફરી આવવાનો. ગાંધીજીની સૂચનાથી ડૉ. ભાસ્કર પટેલે ઉંદર અને ચાંચડના ઉપદ્રવથી બચવાના ઉપાયો બતાવતી થોડી પત્રિકાઓ લોકોને માટે સાદી ભાષામાં લખી. ગાંધીજી પોતાનાં ભાષણોમાં એ પણ જણાવતા કે,

“આ રોગનો ચેપ ઉંદર અને ચાંચડથી જ ફેલાય છે. નિષ્ણાતો કહે છે કે તેમનો નાશ કરવો જોઈએ. પણ ઉંદરો અને ચાંચડો તો ઈશ્વરના મોકલેલા દૂતો હોય છે. તેમની મારફત ઈશ્વર આપણને ચેતવણી આપે છે. આ જિલ્લામાં કુદરતની મહેરથી હવાપાણી અને જમીન બહુ સારાં છે. પણ હું મારી આંખે જોઉં છું કે તમે કુદરતના નિયમોનો એવો ભંગ કરી રહ્યા છો કે પ્લેગનો ઉપદ્રવ જાણે કાયમને થઈ પડ્યો છે. તમે ઉંદર અને ચાંચડનો નાશ કરશો પણ અત્યારે જેવી ગંદી હાલતમાં રહો છો તેવી જ હાલતમાં રહેશો તો ઉંદર અને ચાંચડ તો ફરી પાછા થશે. એટલે હું તો તમને એ સલાહ આપુ છું કે ઉંદર અને ચાંચડ પેદા જ ન થાય એવી સ્વચ્છતા રાખો. સ્વચંસેવકોએ અત્યારે જે સફાઈનું કામ કર્યું છે તે કામ કાયમ કરવાનું રાખો. ઘરને બરાબર લીંપો ગૂંપો અને ઘરમાં જે કંઈ કાણાબાકોરાં હોય તે પૂરી નાખો કે જેથી ઉંદર રહી જ ન રાકે, અનાજ સંચે દળાવીને, ડાંગર સંચે ખંડાવી તથા ખોરાક તથા શાકભાજી વધારા૫ડતાં રાંધી નાખીને તેમ જ તેમાં વધારે પડતા મસાલા નાખીને ખોરાકને આપણે નિઃસત્ત્વ તથા બરાબર ન પચે એવો બનાવી દઈએ છીએ. તે ટેવ પણ આપણે સુધારવી જોઈએ. આપણે શરીરને યોગ્ય પોષણ આપે તેવો ખોરાક લઈએ અને આપણી ટેવો સ્વચ્છ અને તંદુરસ્ત રાખીએ તો રોગના જંતુઓ પણ ઝટ ઝટ આપણાં શરીર ઉપર આક્રમણ કરી શકે નહીં.”

આમ લગભગ બે મહિનામાં પ્લેગનિવારણનું કામ પૂરું થયું. લગભગ ચાર વરસ થયાં બોરસદ તાલુકામાં દર વરસે પ્લેગનો ઉપદ્રવ થતો હતો. પણ સરદારની યશરેખા બળવાન અને લોકો સદ્ભાગી કે ત્યાર પછી આ જ સુધી પ્લેગે તાલુકામાં દેખા દીધી નથી.

અહીં આ પ્રકરણ પૂરું થાત પણ કૉંગ્રેસવાળાઓને આવું સારું કામ કર્યાનો જશ મળે એ સરકારી અધિકારીઓથી સાંખી શકાયું નહીં, આ બાબતમાં સરકારે તથા સ્થાનિક સંસ્થાઓએ લીધેલા ભાગ બાબત કેટલીક ગેરસમજૂતો થવા પામી છે, એમ કહી તે દૂર કરવા તા. ૨૭–૪–’૩પની રોજ મુંબઈ સરકારે એક યાદી બહાર પાડી. તેમાં આ ચાર વરસમાં પોતે બહુ જ ઓછું કર્યું હતું છતાં જાણે પોતાના જ પ્રયત્નથી પ્લેગ બંધ થયો