આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૭
ગુજરાતનો હરિજનફાળો, લખનૌ કૉંગ્રેસ

યુરોપથી સમાજવાદી વિચારોને તાજા મગજમાં ભરીને પાછા આવ્યા હતા. લખનૌમાં પ્રમુખ તરીકે તેમણે જે ભાષણ આપ્યું એમાં પણ પોતાને સમાજવાદી વિચારના પ્રજાસત્તાકવાદી તરીકે વર્ણવ્યા અને સમાજવાદી વિચારસરણીનો ઘણો પુરસ્કાર કર્યો. જોકે ગાંધીજી કૉંગ્રેસમાંથી નીકળી ગયા હતા તોપણ કૉંગ્રેસ ઉપર તેમનો પ્રભાવ જરા પણ ઓછો થયો ન હતો અને સરદાર, રાજાજી, રાજેન્દ્રબાબુ વગેરે નેતાઓ ગાંધીજીના જ કાર્યક્રમને વરેલા હતા. એટલે લખનૌની કૉંગ્રેસમાં સમાજવાદી વિચારસરણીનો એકે ઠરાવ પસાર ન થયો. કૉંગ્રેસના પ્રમુખ કૉંગ્રેસની કારોબારી સમિતિના સભ્યોની નિમણૂક કરે એવી પરિપાટી ચાલતી આવેલી છે, તે રીતે જવાહરલાલે ત્રણ સમાજવાદીઓને કારોબારી સમિતિમાં લીધા. તે ઉપરાંત સુભાષબાબુને પણ લીધા. પણ બાકીના દશ ગાંધીજીના વિચારવાળા હતા. એટલે કારોબારીમાં તેમની જ બહુમતી હતી. કૉંગ્રેસના પ્રમુખ તરીકે પોતાની સ્થિતિ કેવી હતી તે જવાહરલાલજીના પોતાના જ શબ્દોમાં આપી છે :

“પ્રમુખ તરીકે હું કૉંગ્રેસનો મુખ્ય કારોબારી અમલદાર હતો. સંસ્થાનું પ્રતિનિધિત્વ હું જ કરું એમ મનાય, પરંતુ કૉંગ્રેસની નીતિની કેટલીક મહત્ત્વની બાબતોમાં હું બહુમતીના દૃષ્ટિબિંદુનું પ્રતિનિધિત્વ કરતો ન હતો, એટલે કૉંગ્રેસના ઠરાવમાં બહુમતીના વિચારોનો જ પડઘો પડ્યો. કૉંગ્રેસની કારોબારી સમિતિ પણ એક તરફથી મારા વિચારોનું પ્રતિનિધિત્વ કરે અને બીજી તરફથી બહુમતીના વિચારોનું પણ પ્રતિનિધિત્વ કરે એ બેઉ વસ્તુ એકી સાથે બનવી શક્ય ન હતી.”

લખનૌમાં પોતાને કેવી મુશ્કેલીઓ પડી તેનું વર્ણન મિત્ર ઉપરના એક પરિપત્રમાં તેમણે નીચે પ્રમાણે કર્યું છે :

“હું માનું છું કે લખનૌમાં મેં સાફ સાફ વાતો કરી હતી અને પાછળથી કૉંગ્રેસ કારોબારી સમિતિમાં હું જે વિસંગત સ્થાન ભોગવું છું તે વિશે પણ મેં સાફ સાફ વાત કરી છે. આ કંઈક મૂંઝવનારી એવી વિચિત્ર સ્થિતિને સમાજવાદ ઉપરની મારી શ્રદ્ધા સાથે કંઈ લેવાદેવા નથી. લખનૌમાં અમારી વચ્ચેનો રાજકીય મતભેદ જાહેર થયો. અમારામાંના કોઈએ એ વસ્તુ છાની રાખી ન હતી. કારણ અમને લાગતું હતું કે આવી સિદ્ધાંતોની બાબતમાં અમારે પૂરેપૂરા ખુલ્લા દિલથી કોઈ પણ વાત છુપાવ્યા વિના એકબીજા સાથે વાત કરી લેવી જોઈએ. વળી કે, જેમના મત ઉપર અમે ત્યાં જઈએ છીએ, અને દેશના ભાવિનો નિર્ણય છેવટે તો લોકોએ જ કરવાનો છે, તેમની સાથે પણ પૂરા નિખાલસ થવું જોઈએ. એટલે એકબીજાથી ભિન્ન મત ધરાવવામાં અમે સંમત થયા અને અમારા ભિન્ન મતો ખુલ્લી રીતે પ્રદર્શિત કર્યા. પણ આટલું કર્યા પછી અમે એકબીજા સાથે સહકાર કરવાનું અને હળીમળીને કામ કરવાને પણ સંમત થયા. એટલા જ માટે કે અમારી વચ્ચેના મતભેદોના મુદ્દા કરતાં સંમતિના મુદ્દા ઘણા વધારે હતા. ઘણી બાબતોમાં અમારા દૃષ્ટિકોણમાં તફાવત હતો. કેટલીક બાબતોમાં