આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૨૩
પ્રધાનપદાંનો સ્વીકાર

પણ આ કંઈ ધાર્મિક સોગંદ નથી. હું જે પ્રમાણે બંધારણ સમજું છું તે પ્રમાણે તત્કાળ અને પૂર્ણ એવા સ્વરાજની માગણી સાથે આ સોગંદ અસંગત નથી. ધાર્મિક સોગંદ અને બિન ધાર્મિક સોગંદ વચ્ચેનો ભેદ દર્શાવતાં તેમણે બીજે પ્રસંગે જણાવ્યું કે બંધારણની રૂએ લેવામાં આવતા સોગંદનો અર્થ બંધારણ નક્કી કરે છે, અથવા તો પ્રણાલિકા પ્રમાણે નક્કી થાય છે. હું બ્રિટિશ બંધારણ સમજું છું તે પ્રમાણે વફાદારીના સોગંદનો એટલો જ અર્થ થાય છે કે ધારાસભ્ય પોતાની નીતિ અથવા તો પોતાના મુદ્દાની હિમાયત બંધારણને અનુસરીને કરે. શ્રી કિશોરલાલભાઈ એ આવા સોગંદનું સ્પષ્ટીકરણ વધારે વિસ્તારથી કર્યું, અને ગાંધીજીએ તેમની દલીલને પુષ્ટિ આપી. બંધારણની રૂએ લેવામાં આવેલા સોગંદનો અર્થ સમજાવતાં શ્રી કિશોરલાલભાઈ એ લખ્યું કે,

“વફાદારીના સોગંદના અર્થની બાબતમાં ઘણો ગૂંચવાડો ઊભો થવા પામ્યો છે, તેનું કારણ એ છે કે બંધારણ ઘડનારા અથવા તો સોગંદનો અર્થ કરવાના અધિકારવાળા સોંગંદનો જે અર્થ કરે તેને, સામાન્ય માણસ સોગંદનો જે અર્થ કરે છે તેની સાથે આપણે ભેળવી દઈએ છીએ. સામાન્ય માણસ તો તાજ પ્રત્યે વફાદારીના સોગંદનો એટલે સુધી અર્થ કરે કે રાજા પ્રત્યે એવા ભક્તિભાવનું વલણ રાખવું કે તેને માટે સોગંદ લેનારે મરવા પણ તૈયાર થવું જોઈએ. વળી તે એવો પણ અર્થ કરે કે એક વાર આપણે સોગંદ લીધા એટલે તે જીવનપર્યંત બંધનકારક થઈ ગયા. પણ બંધારણની રૂએ લેવામાં આવતા સોગંદનો આવો અર્થ વાજબી ન ગણાય. નામાંકિત બંધારણશાસ્ત્રીઓના અભિપ્રાચ પ્રમાણે હું એમ સમજ્યો છું કે આવા સોગંદ તે લેનારને ત્યાં સુધી જ બંધનકર્તા હોય છે જ્યાં સુધી તે તેવી સંસ્થાનો સભ્ય હોય. જ્યાં સુધી તે સભ્ય હોય ત્યાં સુધી રાજાની સામે હથિયાર ઉઠાવી તે બળવો નહીં કરે અથવા તો તેનો જાન લેવામાં ભાગ નહીં લે. જોકે બંધારણપૂર્વકની કારવાઈ કરીને તેને આવાં કૃત્યો કરવાની પણ છૂટ છે ખરી. બંધારણપૂર્વકના ઉપાયો લઈને ધારાસભ્ય સોંગદના શબ્દોમાં ફેરફાર કરાવી શકે છે, અથવા તો સોગંદ બિલકુલ રદ પણ કરાવી શકે છે; રાજાને પદભ્રષ્ટ પણ કરી શકે છે, અથવા રાજાને ફાંસીની સજા પણ કરી શકે છે. પણ ધારાસભા જ્યાં સુધી ઠરાવ ન કરે ત્યાં સુધી સોગંદ લેનાર કોઈ પણ ધારાસભ્ય જ્યાં સુધી ધારાસભાનો ત્યાગ ન કરે ત્યાં સુધી રાજાની સામે હિંસક બળવો કરી શકતો નથી.”

ગાંધીજીએ એક દલીલ એ પણ કરી કે પૂર્ણ સ્વરાજ લેવાની આપણી ચળવળ આ સોગંદની સાથે જો અસંગત હોત તો કૉંગ્રેસીઓએ ધારાસભ્ય થવાની ઉમેદવારી કરી તે વખતે જ સરકારે વાંધો લીધો હોત.

આપણે ધારાસભાઓમાં બંધારણને નિષ્ફળ કરવા જઈએ છીએ એનો અર્થે ઘણા કૉંગ્રેસીઓએ એ કરેલ કે ધારાસભાઓમાં જઈને દરેકે દરેક બાબતમાં આપણે વાંધા ઉઠાવીશું, ઝઘડા કરીશું અને એ રીતે ધારાસભાઓને