આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૨૭
દેશી રાજ્યોમાં પ્રજાકીય લડતો — ૧


રહી હતી. ત્યાં ૧૯૩૭ની સાલમાં જમીન મહેસૂલની ફરી આંકણી કરવાની મુદત થઈ ગઈ હતી. બીજો દેશી રાજ્યોની માફક આ રાજ્યમાં પણ જમીનમહેસૂલની આંકણીનું તથા જમીનમહેસૂલની વસૂલાતનું કશું નિયમિત ધોરણ ન હતું. દર દસ વર્ષ મહેસૂલની ફરી આંકણી કરવામાં આવતી. પણ દરેક આંકણી વખતે મહેસૂલમાં વધારો જ કરવામાં આવતો. ખેડૂતો પરાપૂર્વથી જે હક્કો ભેગવતા તેમાંના ઘણા સને ૧૯૨૧માં ખૂંચવી લેવામાં આવ્યા હતા. રાજ્યે એવો દાવો કરવા માંડ્યો હતો કે, ખેડૂતને કોઈ પણ વખતે અને કોઈ પણ બહાને જમીન પરથી હાંકી કાઢી શકાય. ખેડૂત પોતાની જમીનમાં જે ઝાડ વાવે અને મહેનત કરીને ઉછેરે તેના ઉપર પણ રાજ્યે પોતાની માલકી હોવાનો દાવો કરવા માંડ્યો હતો. આ ઉપરાંત ખેડૂતો પાસે વેઠ કરાવવામાં આવતી. તેની પાસેથી જાતજાતના લાગા અને વેરા લેવામાં આવતા અને બીજી ઘણી રીતે તેના ઉપર જુલમ કરવામાં આવતા તથા તેમની સતામણી કરવામાં આવતી. ૧૯૩૭ની સાલમાં જયારે મહેસૂલની ફરી આંકણી કરવાનો પ્રશ્ન રાજ્યે ઉપાડ્યો ત્યારે રાજયના જુલમથી ત્રાસી ગયેલા ખેડૂતોએ દસક્રોઈ તાલુકા સમિતિ જેની હકુમતમાં તેમનું રાજ્ય ગણાતું હતું તેની સલાહ લીધી. દસક્રોઈ તાલુકા સમિતિએ ગુજરાત પ્રાંતિક સમિતિની સલાહ લીધી અને છેવટે એમ નકકી કરવામાં આવ્યું કે ખેડૂતોએ આ જુલમનો અંત આણવા સંગઠિત થઈને રાજ્યનો વિરેાધ કરવો. જમીન મહેસૂલનો કચરી નાખનારો નોજો ઓછો કરવા માટે તેમણે કરેલી બધી અરજીઓ અને નોંધાવેલા બધા વિરોધ નિષ્ફળ ગયા. એટલે ૧૯૩૮ના જનયુઆરીથા જમીનમહેસૂલ ન ભરવાનો તેમણે સત્યાગ્રહ શરૂ કર્યો. ખેડૂતોએ પોતાનું એક પંચ સ્થાપીને તેની મારફત પોતાનાં બધાં કામો કરવાં એમ નક્કી કર્યું. એક રીતે તેઓએ માણસા દરબારનો બહિષ્કાર કર્યો. જેને પરિણામે આખું રાજ્યતંત્ર સ્થગિત થઈ ગયું. બીજી તરફથી રાજ્ય પોતાની બધી સત્તા વાપરી, કાયદાની, સભ્યતાની તથા માણસાઈના માઝા કોરે મૂકી ખેડૂત ઉપર દમનનો કોરડો સખત રીતે વીંઝવા માંડ્યો. રાજ્યની હદમાં સભા સરઘસની બંધી કરવામાં આવી. આગેવાન માણસોને પકડી લેવામાં આવ્યા. છતાં લોકો સભાઓ ભરતા તે વિખેરવા માટે લાઠીનો ઉપયોગ છૂટથી થવા માંડ્યો. અને એક વખત ગોળીબાર પણ થયો. આની સામે ખેડૂતોએ ભારે બહાદુરીથી ઝીક ઝીલી. ખેડૂતોની બહાદુર સ્ત્રીઓ પોતાના પુરુષોને પડખે ઊભી રહી અને અપમાન, માર, માલમિલકતની લૂંટ તથા બીજ સંકટ હસતે મોઢે સહન કર્યા. ખેડૂત સ્ત્રીપુરુષોનાં આ સંકટોએ અને ત્યાગે આખા ગુજરાતનું ધ્યાન ખેંચ્યું, અને આ લડતમાં આખી