આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧૨
સરદાર વલ્લભભાઈ



ગાંધીજી જેને સંગઠિત ગુંડાગીરી કહે છે તેનું આ પ્રદર્શન નથી ? પડોશના પ્રાંતની કૉંગ્રેસી સરફાર ઠંડે પેટે આ બધું જોયા કરે એવી આશા કેમ રાખી શકાય ? ”

શહેરીઓ રાજમહેલ આગળ ચાર દિવસ સુધી ભૂખ્યા બેસી રહ્યા. ઠાકોર સાહેબે તપાસ કરવાનાં અને ન્યાય આપવાનાં વચનો આપ્યાં કર્યા, પણ જે વખતે લીમડીના આગેવાનો દરબારગઢ આગળ લાંધણા કરી રહ્યા હતા તે જ વખતે તા. ૭મી ફેબ્રુઆરીએ એક શિયાણી નામના ગામે પાણશીણાના જેવો જ, તલવાર અને બંદૂક સાથે હલ્લો થયો. ત્યાં પણ પ્રજામંડળના કાર્યકર્તાઓનું ઘર લૂંટીને તેમાંથી હજારેક રૂપિયાની માલમતા ઉપાડી ગયા. તા. ૯મીએ કરસનગઢ નામના ગામ ઉપર આવી જ ધાડ પાડવામાં આવી. ત્યાં પણ પ્રજામંડળના કાર્યકર્તાઓનાં ધર લૂંટ્યાં તથા ગામના ધણી માણસને માર માર્યો. આ ઉપરાંત રાજ્યનાં લગભગ પંદર ગામમાં ઉપરાઉપરી ચોરીઓ થઈ. આની સામે પ્રજામંડળની આગેવાની નીચે લોકોએ શાંતિસેના ઊભી કરી. અને સેંકડો માણસ પોતપોતાનાં ગામમાં ચોકી કરવા લાગ્યા.

પ્રજામંડળે બીજું એ નક્કી કર્યું કે તા. ૧૯મી ફેબ્રુઆરીએ રાજયની પ્રજાપરિષદ ભરવી. રાજ્યનાં ગામડાંઓમાંથી સેંકડો માણસો ગાડામાં, ઘેાડા ઉપર અથવા પગે ચાલતા, પરિષદમાં ભાગ લેવા નીકળી પડ્યા. એ બધા તારીખ ૧૮ મીએ સાંજે લીમડી પહેાંચે એવી ગોઠવણ કરવામાં આવી.

શહેરમાં ફાટફૂટ પડાવવા માટે, જેમ સનાતન મંડળ અને મુસ્લિમ જમાત સ્થાપવામાં આવ્યાં હતાં, તેમ ગામડાંમાં ગ્રામપંચાયતો સ્થાપવાની રાજ્ય તરફથી યુક્તિ રચવામાં આવી હતી. અમુક વર્ગના થોડા ખેડૂતોને જ આ પંચાયત ચૂંટી કાઢવાનો હક આપવામાં આવ્યો હતો. પંચાયતને ગમે તેટલી મોટી રકમના દીવાની દાવા ચલાવવાની સત્તા આપવામાં આવી હતી. શુદ્ધ દાનતથી આવી સત્તા આપવામાં આવી હોય તો તો જરૂર પ્રજાનું ભલું થાય. પણ આમાં તો રાજ્યના વેપારી લોકોનાં ગામડાંના ખેડૂતો પાસેનાં વાજબી લેણાં પણ ખોટાં કરવાની દાનત હતી. રાજ્ય તરફથી સીધો પ્રચાર જ કરવામાં આવતો હતો કે કોઈ ખેડૂતે વેપારીઓનું લેણું આપવાની જરૂર નથી. એક તરફથી ખેડૂતોને પરિષદમાં ભળે તો તેના જાનમાલને નુકસાન કરવાની ધમકી આપવામાં આવતી હતી અને બીજી તરકુથી પરિષદમાં નહીં ભળનારને વેપારીઓનું લેણું નહી આપવું પડે એવી લાલચ આપવામાં આવતી હતી. આ ઉપરાંત રૈયત પાસેથી વફાદારીની પ્રતિજ્ઞાઓ ઉપર સહી કરાવવાનું પણ અમલદારાએ શરૂ કર્યું હતું. તા. ૧૬મી ફેબ્રુઆરીએ રાજ્ય તરફથી એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું. તેમાં જણાવવામાં આવ્યું કે,