આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૬૦
સરદાર વલ્લભભાઈ

સમજૂતીથી પતાવટ નહીં થાય તો બંને પક્ષને માન્ય એવા બહુ ઊંચી કોટિના લવાદને તે સોંપી શકાશે. આ લોકસભા પુખ્ત વયના સર્વ માણસોના મતાધિકારને ધોરણે ચૂંટાવી જોઈએ. અત્યારે જે લઘુમતીઓ અલગ મતાધિકાર ભાગવે છે તે જો એ લઘુમતીઓ ઈચ્છે તો તેમને માટે કાયમ રખાવા જોઈએ. લોકસભામાં તેમના સભ્યોની સંખ્યા તેમની સંખ્યાબળના પ્રતિબિંબરૂપ હોવી જોઈએ.

આની સામે વિલાયતના બધા મુત્સદ્દીઓએ તેમ જ વિલાયતનાં અગ્રગણ્ય છાપાંઓએ ભારે વિરોધ ઉઠાવ્યો. માત્ર બ્રિટિશ મુત્સદીઓમાંથી સર સ્ટૅફર્ડ ક્રિપ્સે કૉંગ્રેસને પૂરેપૂરો ટેકો આપ્યો, એ એક નોંધવા જેવી બીના છે. તેઓ ૧૯૩૯ના છેલ્લા મહિનાઓ દરમ્યાન હિન્દુસ્તાનમાં આવ્યા અને ગાંધીજી, જવાહરલાલ તથા સરદાર સાથે તેમણે બહુ લંબાણ મંત્રણાઓ કરી. દેશમાં મહત્ત્વનાં સ્થળોએ ફરીને લોકમત જાણવાનો પણ તેમણે ઠીક ઠીક પ્રયત્ન કર્યો. હિન્દુસ્તાનમાંથી ઇંગ્લંડ ગયા પછી ત્યાંની પાર્લમેન્ટમાં તેમણે જે ભાષણ કર્યું અને વર્તમાનપત્રોના પ્રતિનિધિઓ આગળ જે નિવેદન કર્યું તે ખાસ નોંધવા જેવું છે. કારણ ૧૯૪રમાં તેઓ અહીં જ્યારે વિષ્ટિ કરવા આવ્યા તે વખતનાં તેમનાં વચનો અને આ વખતનાં તેમનાં વચનો, એ બેની વચ્ચે આસમાન જમીનનું અંતર છે. પણ ૧૯૪રમાં તેઓ બ્રિટિશ સરકારના પ્રતિનિધિ તરીકે આવ્યા હતા અને આ વખતે સ્વતંત્ર વ્યક્તિ તરીકે આવ્યા હતા. પાર્લમેન્ટમાં ભાષણ કરતાં તેમણે જણાવેલું :

“એવી દલીલ આગળ ધરવામાં આવે છે કે કોમી મુસીબોતને લીધે હિન્દુસ્તાનને મધ્યવર્તી સરકારમાં જવાબદારી આપવાની સંતોષકારક પદ્ધતિ શોધી કાઢવાનું કઠણ છે. મારા વિચાર પ્રમાણે આ દલીલમાં કશું વજૂદ નથી. એમ તો પોલૅંડને વિષે એવું જ કહી શકાય. કારણ ત્યાં રશિયન, જ્યૂ , જર્મન અને પોલ લોકોની વસ્તી છે. ચેકોસ્લોવેકિયા વિષે પણ એમ કહી શકાય. કારણ ત્યાં સુડેટન, ચેક અને સ્લોવેક લોકોની વસ્તી છે. પણ હું તો આ દલીલ સમજી જ શકતો નથી. પ્રજાતંત્રનો આપણે જો વિચાર કરતા હોઈએ તો આનો અર્થ તો એ થાય છે કે લઘુમતીને રક્ષણ આપવાની ખાતર બહુમતીને પોતાના હકથી વંચિત કરવી. લોકતંત્રમાં બહુમતીના કેટલાક હકો મર્યાદિત કરવા પડે ખરા, અને એવી મર્યાદાઓ તેમની પાસે સ્વીકારાવી પણ શકાય. કૉંગ્રેસે પોતે એ વસ્તુ કબૂલ રાખી છે. પરંતુ આપણી ઇચ્છા લઘુમતીઓને રક્ષણ આપવાની છે માટે બહુમતીના હક આપણે ઝુંટવી લઈએ તે વાજબી નથી. આપણે જો એમ કરવા જઈએ તો હકીકતમાં બહુમતીને લઘુમતીની સ્થિતિમાં મૂકી દઈએ છીએ. *[૧]


  1. *ગાંધીજીએ પણ એક પ્રસંગે આ જ વસ્તુ કહી હતી. જો બિન કૉંગ્રેસીઓમાં માત્ર રાજાઓને જ નહીં પણ તેમની તમામ પ્રજાઓને, તમામ મુસલમાનોને, જેમનું પ્રતિનિધિત્વ હિન્દુ મહાસભા કરતી હોય તે બધાને, તેમ જ જેઓ પોતાને કૉંગ્રેસી ન