આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨૩
હિંદ છોડીને ચાલ્યા જાઓ

નથી. જર્મની કે જપાનની જીતમાં ઢીલ થાય છે ત્યારે લોકો નિરાશ થાય છે અને બાલે છે કે, આટલા દિવસ કેમ લાગ્યા ? લોકોનું આવું માનસ આપણી દયામણી દશા સૂચવે છે. એમાં આપણો અધ:પાત છે. આપણા દેશ ઉપર કોઈ ચડી આવે તો એની સામે મરણિયા થઈને લડવાનો આપણામાં જુસ્સો હોવો જોઈએ. પણ આપણે શી રીતે લડીએ ? અંગ્રેજો આપણને આઝાદ માણસ તરીકે કયાં લડવા દે એમ છે ? તેથી જ ગાંધીજી કહે છે કે, હિંદને છોડો અને જાઓ.

"અને અહીં રહેવું હોય તોપણ એક જ શરતે. તમારું લશ્કર ભલે અહી રહે, પણ અમારી સ્વતંત્રતા પૂરેપૂરી જળવાય એવી શરતે. અમારી સાથે સંધિ (ટ્રીટી) કરીને રહે. જેવી આજે તમારે અમેરિકા અને ચીન સાથે છે, રશિચા સાથે હમણાં જેવી મહોબત કરી છે, તેવી રીતે તમે અહીં રહી શકશો. પેલા જુના ઇંગ્લંડની રીતે હવે અહીં નહીં રહી શકો.

"હજી પણ એ લોકો કહે છે કે, અમે બ્રહ્મદેશને પાછો લઈશું. એમને પૂછો તે ખરા કે બ્રહ્મદેશના લોકોએ તેમને સાથ કેમ ન આપ્યો ? બ્રહ્મદેશમાં તમને કશી અડચણ ન હોવા છતાં પણ ત્યાંથી તમે કેમ ભાગ્યા ? બ્રહ્મદેશના જેવી સ્થિતિ અહીં નહીં થાય એની શી ગેરંટી ? ત્યાંથી તો પૂઠ ફેરવી, બ્રહ્મદેશનો ધાણ કઢાવી નાખી નાસી આવ્યા છો.

"તમે કહો છો કે, હિંદનું રક્ષણ કરવાની જવાબદારી અમારી છે. પણ એ અમારે ગળે નથી ઊતરતું. એટલી જ જવાબદારી બ્રહ્મદેશનો બચાવ કરવાની પણ તમારી જ હતી ને ? તમે તો એક જ વાક્ચ ગોખ્યાં કરો છો કે આખરે અમારી જીત છે. પણ એ આખર કયારે આવવાની છે?

“આ મુલકને પૂર્વના સામ્રાજ્યની ખાતર તમારે રણાંગણ બનાવવું છે. રણાંગણ તો એ ત્યારે જ બને જ્યારે અમે આઝાદ થઈએ, અને બીજા મુલકોને આઝાદ કરીએ. પણ ચર્ચિલ આટલાંટિક ચાર્ટર કરી અમેરિકાથી પાછો આવ્યો અને હિંદ વિષે જવાબ આપ્યો ત્યારથી તમારી દાનતની અમને ખબર પડી ગઈ છે.

"જપાનનો રેડિયો તો રોજ બરાડા પાડે છે કે, અમારે હિંદનો એક ટકડોયે નથી જોઈતો. આ લોકોને કાઢવા માટે જ અમે લડીએ છીએ. આપણા પણ કેટલાક લોકો એમાં ભળ્યા છે. એ લોકો કહે છે કે, આ તો સ્વદેશાભિમાનની વાત છે. સુભાષબાબુ પણ ત્યાં જ છે. પણ આપણે નથી જપાનના રેડિયોને માનવાનો કે નથી મોસ્કો આવીને છોડાવશે એવી વાતનો ભરોસો કરવાનો."

"કૉંગ્રેતે ઠરાવ્યું છે કે, અમારે કોઈની મદદની જરૂર નથી. તમે સમજીને અહીથી જાઓ. પણ એ સમજવાનો નથી. જ્યારથી ઠરાવ થયો છે ત્યારથી એનાં છાપાંઓએ છાજિયાં લેવા માંડ્ચાં છે, અને કાળો કકળાટ કરી મૂક્યો છે. એ કહે છે કે મુલકનું રક્ષણ કરવું છે. પણ આ મુલક કોની છે ? અને તમારે રક્ષણ કરવું હતું તો દુશ્મનોના આક્રમણ માટે રસ્તો ખુલ્લો કોણે કર્યો? બ્રહ્મદેશ જાળવી ન શકયા ત્યારે હિંદ ઉપર ભચ વધ્યોને ?

"પણ હજી એમની દાનત તો અહી બ્રહ્મદેશ જેવું થાય એવી જ છે. એટલે જ કૉંગ્રેસે નક્કી કર્યું છે કે, હવે તો લડી જ લેવુ છે. કૉંચેસને માથે