આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૨૪
સરદાર વલ્લભભાઈ

એવો આરોપ મુકાય છે કે એ પીઠ પાછળ ઘા કરે છે. પણ પીઠ પાછળ ઘા કરવાની આ વાત નથી. આ તો તમે છાતી ઉપર ચડી બેઠા છો ત્યાંથી ઉથલાવવાની વાત છે.

“ ગાંધીજીએ કહ્યું છે કે હું જેલમાં રહેવાનો નથી ને કોઈને રાખવાનો પણ નથી. આ લડત લાંબી નથી થવાની. તેનો જલદીથી ઉકેલ કરવાનો છે. અહીંં જપાનીઓ આવે તે પહેલાં આપણે સ્વતંત્ર થવું છે. આમને તો ભાગી જશે તોયે વાંધો નથી. આપણે ક્યાં ભાગી જઈશું ?

“ જપાનીઓ અહીં આવે તેથી રાજી થવું એ ગુલામી મનોદશા છે. સ્વતંત્ર મુલકની ભાવના તો એક જ હોય કે, આને કાઢીએ અને બીજો આવવા પ્રચત્ન કરે તો તેને ન આવવા દઈએ. એટલે જ ગાંધીજી આ લડતને ઝંડપી બનાવવાના છે. એની કલ્પના તો ગાંધીજી પાસે છે અને એ ૨જૂ પણ કરવાના છે. તે વખતે તમે શું કરવાનો છો એની પરીક્ષા થઈ જશે.

“ ભવિષ્યની સ્વતંત્રતાની આશાએ કૉંગ્રેસ કોઈ જાતની સમજૂતી કરી શકશે નહીં. એને તો હિંદના લોકોને પરદેશી આક્રમણ સામે બચાવ કરવા તૈયાર કરવા છે. ભવિષ્યની આશાઓ આપવાથી તે ન થાય. હાલ તુરત પોતાને સ્વતંત્રતા મળે તો જ હિંદ પોતાની તૈયારી કરી શકે.

“ ચાલ્યા જાવનો હરાવ થયા પછી હિંદ જગબત્રોસીએ ચડયું છે. આજે વિલાયતનાં અને અમેરિકાનાં છાપાં કૉલમોનાં કૉલમો ભરીને ગુસ્સો ઠાલવી રહ્યાં છે. હજારો રૂપિયા ખર્ચતાં અને ભારે મહેનત કરવા છતાં જેટલી જગ્યા હિંદને એમનાં છાપાંમાં ન મળે તેટલી આજે મળે છે.

“ આજે કૉંગ્રેસે આ ઠરાવ કરીને તેમની લોકશાહીને કસોટીએ ચડાવી છે. આપણી બધાની પણ એથી કસોટી થવાની છે કે, હિંદને ખરેખર આઝાદી જોઈએ છે કે નહીં.

“ જો એ કસોટીમાંથી પાર ઊતરવું હોય તો ગાંધીજી કહે છે તેમ આ લડતને ટૂંકી અને ઝડપી બનાવવાની છે.

“ દેશમાં જે ઇન્કિલાબ આવવાનો છે તે એટલો બધો પ્રચંડ અને ઝડપી આવવાનો છે કે તેમાં તમામ સ્ત્રીઓએ અને પુરુષોએ, નાનાઓએ અને મોટાંઓએ સક્રિય ફાળો આપવાનો છે. એ જો આપશો તો આજે જે ટીકાઓ વિલાયતનાં અને અમેરિકાનાં છાપાંઓ કરી રહ્યાં છે તેનો જવાબ મળી રહેશે. જો કૉંગ્રેસની પાછળ થોડાક જણ જ હોય તો આટલો બધો ઉકળાટ, આટલા બધો રોષ અને આટલો બધો તરફડાટ શા માટે ? જો થોડા જ માણસો ગાંધીજીની આ લડત પાછળ છે, તો એ થોડાઓ માટે જેલમાં જગ્યા છે. પણ એને ખબર પડી ગઈ છે કે, હિંદમાં આજ સુધીમાં કદી નથી થઈ એવી લડત આ થવાની છે.

“ કહેવાય છે કે, બ્રિટન અને અમેરિકા લોકશાસનની લડાઈ લડી રહ્યાં છે. પણ એમના લોકશાસનનો અર્થ છે કાળા લોકોને લુંટવા. આ તો લૂંટની વહેચણીની લડાઈ છે. આફ્રિકા અને એશિચાને લૂટવા, ને માંહોમાંહે તેની વહેંચણી કેવી રીતે કરવી તેની આ વાત છે.