પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૧૬

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪
સર્વોદય

અનીતિ એ પોતાનું કામ કઢાવવાનો વિચાર તદ્દન છોડવો જ જોઈએ. અમૂકા રીતે વર્તવાથી છેવટે શું થશે એ કોઈ માણસ હમેશાં ભાખી શકતો નથી. પણ અમુક કામ ન્યાયી છે કે અન્યાયી એટલું તો આપણે ઘણે ભાગે હમેંશા જાણી શકીએ છીએ. વળી આપણે એટલું પણ કહી શકીએ છીએ કે નીતિમાર્ગમાં ચાલવાથી પરિણામ સારું જ આવવું જોઈએ. તે પરિણામાં શું આવશે અથવા કેવી રીતે આવશે તે આપણે કહી શકતા નથી.

નીતિન્યાયના નિયમમાં અરસપરસની લાગાણીનો સમાસ થઈ જાય છે., અને તે લાગાણી ઉપર શેઠ નોકરના સંબંધનો આધાર રહે છે. આપણે ધારી લઈએ કલે શેઠ પોતાના નોકર પાસેથી બને તેટલું વધારે કામ લેવા ઇચ્છે છે, નોકરને ઘડીને ફુરસદ નથી આપતો, તેઓને ઓછો પગાર આપે છે, તેઓને ભંડારિયા જેવા ઘરમાં રાખે છે: ટૂંકમાં, નોકર માત્ર દેહ ને જીવ ભેળામ રાખી શકે એટલું જ તેને આપે છે. આમાં કરવામાં કોઈ કહેશે કે શેઠ કંઈ અન્યાયા કરતો નથી. નોકરે અમૂકા પગારે પોતાનો આખો વખત શેઠને આપ્યો છે ને શેઠ તે લે છે. કામ અકેવું આકરું લેવું તેની હદ બીજાઓને જોઈને શેઠ બાંધે છે. જો નોકરને વધારે સારો પગાર મળે તો બીજી નોકરી લેવાની છૂટ છે.