પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૨૭

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૫
સાચનાં મૂળ

યુરોપના બધા ધનાઢ્ય માણ્સોએ આ શાસ્ત્રના નિયમો પ્રમાણે ચાલીને પૈસો એકઠો કર્યો છે. આની સામે દલીલો લગાવી તે નકામું છે. દરેક માણસને ખબર્ છે કે પૈસો કેમ મળે છે ને કેમ જાય છે.'

આ બરોબર નથી. વેપારી વર્ગ પૈસા કમાય છે પણ તે બરોબર કમાયા કે નહિ અને તેમાં કોમનું ભલું થયું કે નહિ તે તેઓ નથી જાણી શકતા. 'પૈસાદાર્' એ શબ્દનો અર્થ પણ તેઓ ઘણી વેળા નથી સમજતા. જ્યાં તવંગર હોય ત્યામ્ ગરીબ હોય એ વાતનુમ્ તેઓને ભાન હોતું નથી. ઘણી વેળા માણસો ભૂલથી એમ માને છે કે અમુક ધોરણે ચાલીને બધા માણસો તવંગર થઇ શકે. ખરું જોતા તે કૂવાન ચક્કરની જેમ છે. એક ખાલી થાય કે બીજું ભરાય છે. તમારી પાસે એક રૂપિયો હોય તેની સત્તા, બીજા જેની પાસે તેટલું નહિ હોય તેની ઉપર છે. જો સામેના માણસને તે રૂપિયાની ગરજ નહિ હોય તો તમરી પાસેનો રૂપિયો નકામી છે. મારા રૂપિયાની સત્તા તે મારા પાડોશીની તંગી ઉપર છે. જ્યાં તંગી ત્યાં જ તવંગરી નભી શકે એટલે અર્થ એવો થયો કે એક માણસ તવંગર થવું તો સામેનાને તંગીમાં રાખવો.

સાર્વજનિક અર્થશાસ્ત્રનો માયનો એ છે કે ખરે વખતે ને ખરી જગ્યાએ જરૂરી ને આનંદદાયક