પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૩૯
અદલ ન્યાય

ત્યારે આપણે હવે જોવાનું છે કે મજૂરોને મજૂરી આપવાનો ન્યાય તે શું ?

આપણે અગાઉ કહી ગયા કે મજૂરને વાજબી પગાર એ ગણાય કે જેટલી મજૂરી તેણે આજે આપણે સારુ કરી તેટલી મજૂરી આપણે તેને જોઈએ ત્યારે આપીએ, જો એને ઓછી મજૂરી મળે તો ઓછો, ને વધારે મજૂરી મળે તો વધારે બદલો.

એક માણસને મજૂર જોઈએ છે. તેને બે જણ પોતાની મજૂરી આપવા કહે છે. હવે જે ઓછું લે તેને મજૂરી આપી હોય તો તે માણસને ઓછું મળશે. જો વધારે માણસ માગનાર હોય ને મજૂર એક જ હોય તો તેને માગ્યું દામ મળશે ને તે મજૂરને જોઈએ તે કરતાં ઘણે ભાગે વધારે મજૂરી મળશે. આ બેઉના વચ્ચેની રકમ તે વાજબી મજૂરી ગણાશે.

મને કોઈ માણસ પૈસા ઉછીના આપે ને તે મારે અમુક મુદત પછી દેવાના હોય તો હું તે માણસને વ્યાજ આપીશ. તેમ જ આજે મને કોઈ પોતાની મજૂરી આપશે તો તે માણસને મારે તેટલી જ મજૂરી અને તેથી કંઈક વધારે વ્યાજ બદલ આપવું જોઈએ. આજે મારે સારુ કોઈ માણસ એક કલાક કામ કરે તો તેને સારુ મારે એક કલાક ને પાંચ મિનિટ કે તેથી વધારે કામ