પૃષ્ઠ:Sarvoday - Gu - By Mahatma Gandhi.pdf/૪૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૭
ખરું શું?

અદેખાઈ પેદા થાય છે, અસંતોષનાં મૂળ બાઝે છે અને છેવટે પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર બંને પોતાની હદ છોડે છે. જેમ બિલાડી ઉંદર વચ્ચે સદાય અણબનાવ રહે છે તેમ પૈસાદાર અને ગરીબ, શેઠ અને મજૂર વચ્ચે વેરભાવ થાય છે અને માણસ તે માણસ મટી જાનવરની સ્થિતિએ પહોંચે છે.