આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૭
૧૦૭
 

________________

4/25/2021 ૧૮. સહુકાર ! . ૧૦૭ મંડળી મુશ્કેલીમાં આવી પડે છે. ત્રીજુ કારણ એ છે કે મંડળી, કેવળ ઉત્પાદક કાર્ય માટે નાણાં ધીરે છે, જયારે ખેડૂતને તો પિતાને ત્યાં લગ્ન કે મરણને પ્રસંગ આવે, સ્ત્રીની સુવાવડ આવે અથવા છોકરાં માંદા પડે ત્યારે નાણાં જોઈતાં હોય છે. તે સહકારી મંડળી પાસેથી સહેલાઈથી મળી શકતાં નથી, એટલે એને શાહુકારને બારણે જવાનું ઊભું જ રહે છે. આને સાચો ઉપાય લેકેને યોગ્ય કેળવણી આપવી એ છે. પોતાના ગજા ઉપરાંતના સામાજિક ખર્ચ કરવાની લકાને જે ટેવ છે તેમાંથી તેમને ઉગારી લેવા જોઈએ. માંદગીને અંગે એકાએક ખર્ચ આવી પડે તે એને મળી શકે એવી સગવડ સહકારી મંડળીમાં હોવી જોઈએ. વળી મંડળી પ્રત્યેની જવાબદારી અને વફાદારીનો ખ્યાલ સભ્યના સમજવામાં આવે એવું તેનું માનસ કેળવવું જોઈએ. મંડળીને સંચાલક મંડળીના દરેક સભ્યનો સાચો મિત્ર, ડાહ્યો સલાહકાર અને ખરે માર્ગદર્શક બને તો આ થઈ શકે. ડે હવે તો ખરીદ-વેચાણની, વિવિધ કાર્યકારી (મટીપર્પઝ) તથા ઉત્પાદક પ્રવૃત્તિ અંગેની સહકારી મંડળીઓ હસ્તીમાં આવી છે. એ બંધી સહકારી મંડળીઓના ઉદ્દેશ તથા કાર્ય પદ્ધતિ તમામ સભ્યોને સારી રીતે સમજાવવાં જોઈ એ. મંડળીને સંચાલક બાહોશ અને પ્રામાણિક માણસ હોવો જોઈએ. આજે કેટલીક મંડળીઓ સંચાલકના બાહોશપણાને તથા પ્રામાણિકપણાને અભાવે મુશ્કેલીમાં આવી પડેલી જોવામાં આવે છે. દાખલા તરીકે, ખરીદ-વેચાણની સહકારી મંડળીના સંચાલકને બજારની પરિસ્થિતિનું બરાબર જ્ઞાન હોવું જોઈએ. અત્યારે કેટલીક જંગલ સહકારી મંડળીઓ નીકળી છે તેઓ જંગલેના કંન્ટ્રકટ રાખી મજુરા પાસે લાક્રડાં કપાવી વેચે છે. તેમાં ઘણી વાર વેગન મળવાની મુશ્કેલીને લીધે જે વેપારીને માલ વેચ્યો હોય તેને તેઓ વખતસર પહોંચાડી શકતી નથી. તેને લીધે મંડળીને સહન કરવું પડે છે. આમાં સંચાલકની વાંક ન કાઢી શકાય, પણ એવું જવામાં આવે છે કે વેપારીઓ રેલવેના અમલદારોને લાંચરુશવત Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 7/23