આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૪
૧૧૪
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી એટલે આ પ્રવૃત્તિ બંધારણની વિરુદ્ધ છે અથવા બંધારણની ઉપેક્ષા કરે છે એ દલીલમાં કાંઈ વજુદ નથી. લોકમત એટલે પ્રબળ હશે તો બંધારણ આપોઆપ બદલાશે. - બીજી દલીલ એ કરવામાં આવે છે કે તમે ગરીબ અને સાધનહીન લેકીને જમીન આપશે, તેથી ખેતી સુધરશે નહીં, ઊલટું, સાધનહીન લોકોના હાથમાં ખેતી બગડશે. અત્યારે પણ મોટા ભાગની ખેતી તો સાધનહીન લેકોના હાથમાં જ છે. જે જમીનમાલિક પાસેથી જમીન ગણોતે લઈ ખેતી કરે છે તે લોકો સાધનસંપન્ન હોતા નથી, અને બધા જમીનમાલિકે જમીનમાં ખાતર પૂરવાની અથવા બીજી રીતે જમીન સુધારવાની કાળજી રાખતા નથી, એટલે વસ્તુતઃ ઘણી જમીન સાધનહીન લેક પાસે જ છે. ખેતીના અનુભવ તો એ છે કે જેની પાસે થોડી જમીન હોય છે તે એ “જમાનામાં સારી ખેતી કરવાની કાળજી રાખે છે. વળી એ જમીન એની પોતાની માલિકીની થશે. અને એને ખાતરી થશે કે હું મહેનત કરીને જેટલું પકવીશ તેટલું મારી પાસે જ રહેવાનું છે, વચમાં બીજો કોઈ નાહકનું ખાઈ જનારા નથી, એટલે એ માણેસ વધારે કાળજી રાખીને મહેનત કરશે અને વધારે પકવશે. સારા અને મહેનતુ ખેડૂતોનો અનુભવ એવો છે કે વધારે જમીનમાં એકરે એટલે પાક લઈ શકાય છે તેના કરતાં ઓછી જમીન ઉપર વધારે મહેનત કરી હોય તો એ કરે વધારે પાક લઈ શકાય. આપણા ખેડૂતોને આ જાતનો તાલીમ આપવાની જરૂર છે. ભૂદાન મેળવ્યા પછી ભૂમિની વહેંચણી કરવાનું કામ એથી પણ અઘરું છે. વહેંચણી કર્યા પછી એ ખેડૂતોને સારી ખેતી કરે એવી તાલીમ આપવાનું કામ એનાથી પણ અઘરું છે. તે માટે ભૂદાનસેવાનું એક મોટું દળ તૈયાર કરવું પડશે; તેમને ખેતીવાડીનું શાસ્ત્રીય અને પ્રાયોગિક જ્ઞાન પણ આપવું પડશે. આખી ચળવળની સફળતાનો આધાર આવા સેવકાની કુશળતા અને ખબરદારી ઉપર છે. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 14/23