આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧૬
૧૧૬
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી આ ઉપરાંત વણકર, સુથાર, લુહાર, કડિયા, કુંભાર, ચમાર વગેરે ગામડાના કારીગરોને બારે મહિના કામ હોતું નથી. તેઓ પોતાના ફાજલ વખતમાં પોતાની ખેતી હોય તે કામ કરી શકે. આમ ખેતી તથા ગ્રામદ્યોગ અને ગૃહદ્યોગ તથા ગામડાના કારીગરે એ બધાનું થઈ ને એક સ્વયંસંપૂર્ણ ગામડું બને. - આજે ખેડૂતો ભેંસ રાખે છે તેને બદલે ગાયો રાખતા થાય તે તેમને દૂધ ઘીની સાથે પિતાના જ બળદ મળે; એટલે ગોપાલન એ પણ ખેડૂતોને માટે બહુ મહત્ત્વનો ઉદ્યોગ છે. ખેડૂતને સ્વાવલંબી બનાવવામાં એનું મહત્વ ઘણું છે. જેમાં ભેંસો રાખે છે તેમને બળદની જરૂર પડે ત્યારે એકસામટી મેટી રકમ પાસે નહીં હોવાથી ખેડૂતને દેવું કરવું પડે છે. ખેડૂત ગોપાલન કરતા હોય તો તેમને પોતાના ઘરના જ બળદ મળે. વળી ગાયની સારી માવજત કરવામાં આવે તો સેંસ કરતાં ગાયનું દૂધ ઘણું વધારી શકાય છે. ' આમ ખેતીની સાથે ગોપાલન તથા ગ્રામોદ્યોગ અને ગૃહદ્યોગ મળીને ખેતીનું એક આર્થિક એકમ ગણવાનું છે. અત્યારે ઘણા અર્થશાસ્ત્રીઓ અમુક એકર જમીન જેમાંથી એક કુટુંબનું ગુજરાન સારી રીતે ચાલી શકે તેને આર્થિક એકમ ગણે છે. પણ એવા આર્થિક એકમ જેટલી જમીન આપણા દેશમાં ખેડૂતોને આપી શકાશે નહીં. બીજે વિચાર એ કરવાને છે કે એકલી ખેતીની મજુરીથી માણસને યોગ્ય અને પૂર્ણ વિકાસ થતો નથી. એક લેખકે તો એટલે સુધી કહ્યું છે કે “ બળદ સાથે કામ કરીને ખેડૂત બુદ્ધિ માં પણ બળદ જેવો થઈ જાય છે.” એટલા માટે પણ જેમાં આંગળાંની ચપળતા ખીલવાને અવકાશ હોય એવા કારીગરીના ધંધા ખેડૂતોએ કરવાનું જરૂરી છે. - અત્યારે તે ભૂદાનયજ્ઞ એ આર્થિક સમાનતા લાવવાનું એક શરૂઆતનું પગલું છે. તેના અંતિમ ઉદ્દેશ તો આર્થિક સમાનતા સ્થાપવાનો તેમજ સમાજમાંથી ઊંચનીચના ભેદ નિર્મૂળ કરવાનો છે. Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 16/23