આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨૨
૧૨૨
 

________________

4/25/2021 १२२ સર્વોદય સમાજની ઝાંખી તૈયારી બતાવવી પડશે ગાંધીજીએ આપણને સત્યાગ્રહનો અને અહિંસક પ્રતીકારનો જે માર્ગ બતાવ્યો છે તે માર્ગને આપણે અપનાવો અને શોભાવવા હોય તો વિનાશનું જોખમ ખેડીને પણ આપણે શસ્ત્રસંન્યાસમાં પહેલ કરવી જોઈશે. તો જ આપણે ગાંધીજીના વારસાને લાયક ઠરીશું. . હવે આપણે સર્વોદયના સિદ્ધાંતરૂપ મુખ્ય મુખ્ય મુદ્દા ગણાવીને આ પુસ્તક પૂરું કરીશું. (૧) સર્વોદયની સમાજરચનાનું મંડાણ નીતિ અને ધર્મ ઉપર આ પણે કરવું જોઈશ. સત્ય અને અહિંસા એ આપણા પાયાના સિદ્ધાન્ત હશે. સર્વોદયમાં સ્વાભાવિક રીતે જ લશ્કરને સ્થાન નહીં હોય. નિઃશસ્ત્રીકરણમાં આપણા દેશે પહેલ કરીને ગાંધીજીના વારસાને લાયક બનવું જોઈએ. (૨) આર્થિક સમાનતા : જમીન તથા ઉત્પાદનનાં બીજા સાધન ઉપર ખાનગી માલકી નહીં હોય. જેમની કામ કરવાની ઇચ્છા હોય તેમને પૂરતું ઉત્પાદક કામ મળી રહેવું જોઈએ. તેના બદલામાં એને વાજબી મહેનતાણું મળવું જોઈએ. | (૩) ટ્રસ્ટીપણાનો સિદ્ધાંત સમાજને માન્ય હોય. તેથી જેની પાસે વધારે મિલક્ત હોય તેને એ ટ્રસ્ટી બને; એટલે કે પોતાના ઉપયોગ માટે ન વાપરતાં એ મિલકત સમાજના હિતને માટે વાપરે. કોઈ માણસ પોતાની પાસેની વધારાની મિલકતનો આ રીતે ટ્રસ્ટી બનવા તૈયાર ન હોય તો પ્રજા એ મિલકતના ઉપભાગમાં તેને સાથ આપે નહીં. પ્રજાના સહકાર વિના કોઈ પણ માણસ મિલકતનો ઉપભોગ કરી શકતો નથી. (૪) સામાજિક ઊંચનીચના ભેદનો અભાવ : ધર્મને કારણે, જાતિ અથવા કેમને કારણે, તેમજ લિંગને કારણે કોઈ માણસ બીજાથી ઊંચા કે નીચે ગણી શકાય નહીં. ઊંચનીચના ભેદવાળી અને અસ્પૃશ્યતાના કાંકવાળી જ્ઞાતિવ્યવસ્થા સર્વોદયમાં નહીં હોય. Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 22223