આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૪૮
૪૮
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી. પાસે સ્વાભાવિક રીતે જ બહુ ઓછાં કામ રહે. છે જ્યાં સત્તા કેન્દ્રિત હોય છે ત્યાં વહીવટ ઉપર લકે અંકુશ રાખી શકતા નથી. એમ કહેવામાં આવે છે કે લેકશાહીમાં લોકોના પ્રતિનિધિઓના હાથમાં આખરી સત્તા હોય છે. પણ કેવળ મતાધિકારથી લોકેા રાજ્યતંત્ર ઉપર કાબુ ધરાવી શકતા નથી. વળી કેન્દ્રિત રાજ્યસત્તામાં વહીવટી તંત્ર એટલું અટપટું અને ગૂંચવણવાળું હોય છે કે સામાન્ય પ્રતિનિધિ તેની આંટીઘૂંટીઓ સમજી શકતા નથી, પછી અંકુશ રાખવાની તો વાત જ કયાં રહી ? પોતે જે પક્ષનો હાથ તે પક્ષના આગેવાન અને વિશેષ સત્તા ભોગવતા સભ્યો જેમ હાથ ઊચા કરે તેમ બીજા સામાન્ય પ્રતિનિધિએ હાથ ઊંચા કરે. એટલે ધારાસભામાં તેમજ સંસદમાં બધું જ્ઞાનપૂર્વક ચાલે છે એ દા કરો એ વધારે પડતું છે. વળી ચૂંટાવાની હરીફાઈઓને લીધે વાતાવરણ બહુ કલુષિત થાય છે. આપણા દેશમાં નાતજાતના વાડાબંધીનું જોર હજી ઓછું નથી થયું. ગાંધીજીની પ્રવૃત્તિએ તેને સખત આંચકો આપ્યો છે ખરો, પણ આ ચૂંટણીઓમાં નાતજાતોએ ફરી માથું ઊચકયું છે અને કેંગ્રેસે પણ ઘણી વાર એને ઉત્તેજન આપ્યું છે. લોકો ઉમેદવારને મત આપે છે, તે અમુક ઉમેદવાર વધારે લાયક છે એમ વિચારીને નહીં, પણ ઉમેદવાર પોતાની નાતન કે કામના છે એ વિચાર ઘણા મતદારોના મનમાં પ્રધાનપદે હોય છે. આ ઉપરાંત પૈસાદાર માણસો ચૂંટણીઓમાં એટલા પૈસા વેરે છે કે લાયક, ગરીબ અને પ્રામાણિક ઉમેદવાર તો ચૂંટણીની હરીફાઈમાં ઊભો જ રહી શકતો નથી. વળી ઉમેદવારો મતદારોને લલચાવવા એવાં વચન આપે છે કે તમે મને ચૂંટશો તો તમારું અમુક કામ કરી આપીશ. આમ સાર્વજનિક હિત કે કલ્યાણની વાત વીસરી જાય છે ઉમેદવાર અને વીસરી જાય છે મતદાર કિશોરલાલભાઈ એમના “સમૂળી ક્રાંતિ’ પુસ્તકમાં લખે છે કે “ચૂંટાવા ઇરછતો પ્રતિનિધિ પિતાના મતદારોને એ જ જાતની Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 48/50