આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૦
૬૦
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી અંગે વિદ્યાર્થીઓની સંખ્યાના પ્રમાણમાં પૂરતી જમીન હોય અને તેમાં એ પ્રદેશને લગતી ખેતીના જુદા જુદા પ્રયોગો થાય. ટૂંકમાં, ઉત્તર બુનિયાદી શાળાની ખેતી તે તે પ્રદેશને માટે માર્ગદર્શક થાય એવી હોય. તેની સાથે ખેતીને મદદગાર એવા બીજા ગ્રામઉદ્યોગો અને ગૃહઉધોગો પણ ચાલે. ઉત્તર બુનિયાદી શાળા સ્વયંસંપૂર્ણ એવા આદર્શ ગામના નમૂના નાના પ્રમાણમાં રજૂ કરે. દરેક જિલ્લા માટે જુદા જુદા વિષયનું એક એક મહાવિદ્યાલય હોય. તેની વિગતોનો વિચાર આપણે અહીં નહીં કરીએ, કારણુ ઉત્તર બુનિયાદી શાળાએ કેવું સ્વરૂપ લે છે અને કેવી કામગીરી બજાવે છે તે જોયા પછી મહાવિદ્યાલયને વિચાર કરી શકાય. આમાં એક સિદ્ધાંત તો રહે જ કે મહાવિદ્યાલયમાં ભણતા વિદ્યાર્થી ઓ પણ પોતાના ખર્ચની બાબતમાં સ્વાવલંબી હોય. આવા મહાવિદ્યાલયોને સાંકળનારી દરેક ભાષાવાર પ્રાંત દીઠ એક અથવા વધુ વિદ્યાપીઠ હાય. અત્યારે આપણે એને ગ્રામવિદ્યાપીઠ ભલે કહીએ, પણ તેમાં શહેરના પણ સમાસ થઈ શકે. અત્યારે ગામડાં અને શહેરનો સંબંધ જેવો સ્વાભાવિક હોવો જોઈએ એવો નથી. પણ ગામડાં સ્વયંસંપૂર્ણ અને સ્વાવલંબી બનતાં જ શહેરો સાથેના તેનો સંબંધ સુધરી જશે અને બન્નેના હિતસંબંધે વિરોધી ન રહેતાં એકબીજાના પૂરક બનશે. કેળવણીની આવો યોજના કરવામાં આવે તો જ કેળવણી સાર્વત્રિક અને સમાજને ઉપકારક થઈ શકે. જિ૯લાપંચાયતો તથા પ્રાંતિક સરકારી પોતાના પ્રદેશમાં ચાલતી શિક્ષણ સંસ્થાઓને આથિક મદદ આપે. પણ એ મદદ બિનશરતી હોય. મદદને કારણે શિક્ષણસંસ્થાઓ ઉપર કોઈ જાતના તેમના અંકુશ ન હોય. એ ભાગ્યેજ કહેવાની જરૂર છે કે નઈ તાલીમમાં બાળકો અને યુવાનની માફક બાળાઓ અને યુવતિઓની કેળવણીની પણ પૂરેપૂરી વ્યવસ્થા હોય. બાર કે તેર વર્ષની ઉંમર સુધી બાળકે અને બાળાઓની Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1050