આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૨
૬૨
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી ગામની શેરીઓમાં દરરોજ ઝાડુ મારવું જોઈએ અને બધે કચરા એક ખાડામાં નાંખવા જોઈએ. એમાં પથરા, નળિયાંના કટકા, કાચના કટકા તથા લેઢાના કટકા ન આવે એની ખાસ કાળજી રાખવી જોઈ એ. એ વરતુઓનું ખાતર બની શકતું નથી એટલે એને વીણી કાઢી એક જુદા ખાડામાં દાટી દેવી જોઈએ. અથવા તેને બીજે કશે ઉપયોગ થઈ શકે એમ હોય તે કરવો જોઈએ. બાકીની વસ્તુઓ ખાડામાં નાંખી તે ઉપર માટી નાખી અને પાણી છાંટી તેને સડવેવામાં આવે તે તેનું સારું ખાતર બને છે. ઉપરાંત શેરીમાં અમુક અમુક અંતરે માટીનાં કુંડાં રાખવાં જોઈ છે, જેમાં લેકે પોતાના ઘરના કડકચર નાંખે. આ કૂંડાં પણ દરરોજ સાફ થવાં જોઈ એ. લોકોને એવી ટેવ પાડવી જોઈ એ કે પોતાના ઘરનો એંઠવાડ તેઓ ખાતર માટેના ખાડામાં નાંખી આવે. આ બધું કરવું પ્રમાણમાં સહેલું છે, પણ મુખ્ય પ્રશ્ન તો ગામની ચારે બાજુ લોકો જાજરૂ જઈ ગામનાં પાદર બગાડે છે તે સુધારવાનો છે. તે માટે ગામને ચારે બાજુ લાંબી ખાઈ ખોદી તેના ઉપર ફરતાં જાજરૂ મૂકી દેવાં એ ઉત્તમ ઉપાય છે. આ જાજરૂની સંખ્યા ગામની વસ્તીના પ્રમાણમાં હોય. સુરત જિલ્લાનાં ગામડાંમાં તો ફરતાં જાજરૂ રાખવાનું બહુ સહેલું છે, કારણ ત્યાં દરેક ઘરની પાછળ મોટા વાડા હોય છે, એટલે દરેક ઘરવાળા પોતાના વાડામાં જ આવું જાજરૂ રાખી શકે. જાજરૂ માટે જે લાંબી ખાઈ ખાદી હાય તેમાંથી નીકળેલી માટીના પાસે ઢગલે કરી રાખ્યો હોય તો જાજરૂ વાપર્યા પછી એ માટી વડે મળને ઢાંકી દઈ શકાય. પણ બધા જિ૯લાઓમાં ઘરની પાછળ વાડાઓ રાખવાનો રિવાજ હોતો નથી, ત્યાં તો પાદરે જ લાંબી ખાઇઓ ખેદી તેના ઉપર જાજરૂ મૂકવામાં આવે. એક ખાઈ પૂરી થાય એટલે તેની નજીક બીજી ખાઈ ખાદી તેના ઉપર પેલાં જાજરૂ ગોઠવી દેવાં જોઇએ. આ ખાઈ એ અઢી કે ત્રણ ફૂટથી ઊંડી ન રાખવી. ખાઈ ભરાઈ જાય ત્યારે તેને બરાબર સરખી કરી તે ઉપર Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 1250