આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૨
૭૨
 

________________

4/25/2021 સર્વોદય સમાજની ઝાંખી જ ઉપભોગ કરે તેને પોતાને થોડો વધારાનો માલ વેચાવાપણું રહે, અને પોતાના પ્રદેશમાં ન બની શકતી હોય છતાં પોતે જેના વિના ન ચલાવી શકે એવી વસ્તુઓ ખરીદવાપણું રહે. આવા સમાજમાં આર્થિક સમાનતા સહેજે પેદા થઈ શકે. પરંતુ અત્યારે થોડાક માણસો ધનમાં આળોટે છે અને સમાજના મે ભાગ ગરીબીમાં સબડે છે. એ સ્થિતિનું નિવારણ શી રીતે કરી શકાય ? રશિયાએ જયારે ક્રાન્તિ કરી ત્યારે મિલકતવાળાઓ પાસેથી બધું છીનવી લઈને એ સઘળા સંપત્તિ ઉપર રાજ્યની અથવા સમાજની માલકી કરી. પરંતુ સર્વોદયની રીત અહિંસાની છે. રશિયામાં તો જે મિલકતવાળાએ ક્રાંતિની સામે થાય તેમને મારી નાખવામાં - આવ્યા. એ વસ્તુ સર્વોદયને ઈટ નથી. દયની દષ્ટિ મિલકતવાળાઓ સાથે દલીલ કરી, તેમને સમજાવી તેમના હૃદય ઉપર અસર પાડી, તેમની પાસે જે વધારાની મિલકત હોય તે જનતાના હિતાર્થે વપરાય એમ કરવાની છે. દાખલા તરીકે, વિનોબાજી અત્યારે જમીનમાલિકે પાસેથી ભૂમિહીન ખેડૂતોને આપવા માટે જમીન માગે છે, તેથી જમીનની વહેંચણીનો પ્રશ્ન ઉકેલવાની આશા બંધાય છે. પણ મિલકતદાર પાસે મેટાં કારખાનાં વગેરે છે તેનું શું ? તેને માટે ગાંધીજીએ ઉપાય બતાવ્યો છે કે મિલ કતવાળાએ પોતાની વાજબી જરૂરિયાત જેટલું રાખી અથવા વાજબી જરૂરિયાત જેટલું વાપરી, જે વધારાનું બાકી રહે તેના જનતાને માટે ટ્રસ્ટી બને. આ રીતમાં મિલકતવાળાઓનો નાશ કરવાપણું આવતું નથી, પણ તેમની સંપત્તિની સાથે તેમનાં જ્ઞાન, કાર્યદક્ષતા અને અનુભવને લાભ પણ જનતાને મળે છે. પણ મિલકતવાળા આવી જાતના ટ્રી થવાની ના પાડે તો શું કરવું ? મિલકતવાળાએની મહેરબાની ઉપર આધાર રાખી બેસી રહેવું ? અથવા તેમને હૃદય પલટો ન થાય ત્યાંસુધી શેકાઈ રહેવું? જનતાના હાથમાં રાજ્યસત્તા આવે તો તેઓ કાયદો કરીને મિલકતવાળાઓને ટ્રસ્ટી બનાવી શકે, પણ એવા કાયદા માટે લેકમતને કેળવીને પ્રબળ Gandhi Heritage Portal © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2250