આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૭૪
૭૪
 

________________

4/25/2021 S સર્વોદય સમાજની ઝાંખી તેમના હૃદયમાં સબુદ્ધિ જાગ્રત થયા વિના રહે નહીં'. મિલકતદારોને અને જમીનદારોને આવી રીતે ટ્રસ્ટી બનાવવા અને ગાંધીજી રશિયાની ક્રાંતિ કરતાં પણ મોટી ક્રાંતિ ગણતા, કારણ અનેક પેઢીઓના અનુભવ અને અભ્યાસથી મિલકતદારોએ પ્રાપ્ત કરેલી વ્યવસ્થાશક્તિ અને કાર્યદક્ષતાને આખા સમાજને લાભ મળી શકે છે. આમ જનતા પોતાનામાં પડેલી અહિંસક શક્તિ કેળવે, એટલે કે “ના, હું કશું કામ પરાણે નહીં કરું' એવું કહેવાની શક્તિ કેળવે, તો તેમની સામે કોઈ પણ સત્તા કે તાકાતનું કયું ચાલી શકે નહીં. તેઓ સરકારની સત્તા ઉપર પણ અસરકારક અંકુશ રાખી શકે અને તેને યોગ્ય દિશામાં દોરી શકે. આ તો ટ્રસ્ટીપણાના સિદ્ધાંતની અને તે શી રીતે અમલમાં મૂકી શકાય તેની મૂળભૂત વાત થઈ, પણ તેને અમલમાં મૂકતાં બીજા કેટલાક અટપટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે. ધારો કે અમુક માણસ પોતાની મિલકતના ટ્રસ્ટી , તે શું કાયદાની દષ્ટિએ તે જ માણસ માલિક ગણાવાનો કે પછી કાયદાથી એના ટ્રસ્ટી પણાનું નિયમન થવાનું ?” બીજું, એ માણસના કાયદેસર વારસને મજકૂર મિલકત ઉપર કેટલે હક રહેવાના ? એ પિતાને ટ્રસ્ટી ન ગણે અથવા તો એ ટ્રસ્ટી થવાને નાલાયક હોય તો કાયદો તેમાં વચ્ચે પડી શકે ખરા? પેલા વારસ પાસે પણ ટ્રસ્ટીપણું સ્વીકારાવવાને જનતા પાસે અહિંસક અસહકારનો ઉપાય તો છે જ, વાસ નાલાયક હોય તો તેની મિલકતને ઉપયોગ ન કરવા દેવાની પણ જનતા પાસે અહિંસક શક્તિ છે. છતાં ટ્રસ્ટીપણાના સિદ્ધાંતની તરફેણમાં પ્રબળ લોકમત હોય તે કાયદાથી આ વસ્તુનું નિયમન કરવામાં કશું વાંધો નથી. ગાંધીજીએ કહ્યું છે કે “માણસ ટ્રસ્ટી બને ત્યારે કાયદેસર માલકી તો તેની જ રહેશે, રાજય • માલિક નહીં બને. મિલકત જપ્ત કરવાનું ટાળવાને માટે ટ્રસ્ટીપણાનો , સિદ્ધાંત મેં સુચવ્યા છે, છતાં મૂળ માલિકે ટ્રસ્ટી થયા પછી સમાજને Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 2450