આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૮૧
૮૧
 

________________

4/25/2021 છે ! ૧૪ : મજરીના વાજબી દર અત્યારે ઘણે ભાગે મજૂરીના દર હરીફાઈથી નક્કી થાય છે. અમુક પ્રદેશમાં જરૂર હોય તે કરતાં મજૂરો વધારે હોય તો મજૂરીના દર ઓછા હોય છે, અને જરૂર કરતાં મજૂરા ઓછી હોય તે દર વધારે હોય છે. આમાં મજૂરને એક બજાર વસ્તુ ગણવામાં આવે છે, અને જેમ માંગ અને છત પ્રમાણે વસ્તુના ભાવ ઓછા કે વધારે નક્કી થાય છે તે જ પ્રમાણે મજૂરીના દર પણ નક્કી થાય છે. જે ધંધામાં મજૂરો સંગઠિત હોય છે ત્યાં તેઓ માલિક સાથે એકઠા મળીને સોદો કરી શકે છે અને પોતે નક્કી કરેલા દર માંગી શકે છે. પણ મજૂરોનાં આવાં સંગઠન બહુ ઓછા ઉદ્યોગધંધામાં અને મોટે ભાગે શહેરોમાં હોય છે. મજૂરોને સંરક્ષણ આપવાના હેતુથી કેટલીક વાર સરકાર તરફથી ખેતીની મજૂરીના ઓછામાં ઓછા દર નક્કી કરવામાં આવે છે, પણ મજૂરી બરાબર સંગઠિત ન હોય તો તેનું પાલન થતું નથી. જ્યારે ખેતીની મોસમ હોય અને મજૂરોની બહુ જરૂર હોય ત્યારે ખેડૂતો નક્કી કરેલા દર કરતાં પણ વધારે મજૂરી આપીને મજૂરોને બોલાવે છે, પણ જ્યારે કામની મંદી હોય ત્યારે તેઓ ઓછામાં ઓછા મજૂરોને બોલાવે છે. તે વખતે મજૂરો એાછા દરે પણ કામે જવા તૈયાર થાય છે. તેમ છતાં ઘણુ મજૂરોને બેકારી ભરાવવી પડે છે. આનું મોટું કારણ તો એ છે કે યંત્રઉદ્યોગોએ એટલે કે મિલો અને કારખાનાંઓએ આપણુ ગામડાંના ઉદ્યોગોને તોડી નાખ્યા છે. ગ્રામપ્રદેશમાં દળવાનો કે ખાંડવાને એક સંચે ઊભા થાય અથવા તેલની મિલ ઊભી થાય એટલે દળવાની ઘંટી, ખાંડવાનો ખાંડણિયે તથા તેલની ઘાણી બેકાર પડે છે. કપડાંની મિલેએ આપણા કરડે રેંટિયા અને લાખો હાથશાળાને બેકાર બનાવી દીધા છે. આ પણ હરીફાઈનો જ એક પ્રકાર છે. આવી હરીફાઈને લીધે માલની - બનાવટ ઉત્તરોત્તર ઊતરતા પ્રકારની થાય છે તથા માલમાં ભેળસેળ Gandhi Heritage Porta © 2021 Sabarmati Ashram Preservation and Memorial Trust Gandhi Heritage Portal Fundamental Works: સર્વોદય સમાજની ઝાંખી 31/50