આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૧૦૩
 

કહે સંભાળજો બચ્ચા, કફીરતો હાથમાં આવશે ત્યારે પણ હાલ પેહેલાં તો તમારો બોર કુટો કરીશું. એ સાંભળી લોકે મોટી કીકીયારી નાંખીને સામા કાંકરા નાંખ્યા. બ્રાહ્મણો તેમના ઉપર ધસ્યા એટલે લોક નાઠા. બ્રાહ્મણો આગળ ચાલવા લાગ્યા કે લોક વળી ટોળે મળી પી ! પી ! કરતા પાછળ આવ્યા. ત્યારે સુરજરામ કરીને કાળકા માતાજીની જાત્રાનો સંઘવી મદીરા પી ચકચૂર બન્યો હતો તે તેમની ભણી લથડીઆં ખાતો દોડ્યો ને ભડમભુશ લઈ પડ્યો. તે જોઈ લોક વધારે બુમો પાડવા ને હસવા લાગ્યા. જુવો ભાઈ આ નાગર બ્રાહ્મણ, સઊંથી ઊંચા, એમ નજરમાં આવે તેમ બોલે.

નાગરોએ જોયું કે જેમ ખીજવાઈશું તેમ વધારે ખીજવશે. માટે પોતામાંના બે ડાહ્યા માનવી મોકલી લોકોને સમજાવ્યા કે તમારે અમને મદદ કરવી જોઈએ, આપણા મોડાસા કસબાની આબરૂ જાય છે, ને હિંદુધર્મની લાજ જાય છે. હિંડો સાલા બાંડીઆને મારીએ. ગાંડી ગુજરાતના જ લોક કેની, આ નરમાસનાં વચન સાંભળી તેમ વળ્યા. બધું ધમસાન હો હો કરતું ચાલ્યું.

રોઝાના થડમાં પહોંચ્યા એવામાં બુમ ચાલી કે સાંઈની વહારે થાણાના અસ્વારો ચડ્યા છે, ને ફાળમારતા પાછળ આવે છે. બીજા લોક નાસવા લાગ્યા, પણ નાગરબ્રાહ્મણો હાટકેશ્વરના અને અંબામાતાના સમખાઈને હીમતથી બોલ્યા કે મરવું પણ ભાગવું નહીં. એક એકને શૂર ચઢાવતા ચડાવતા ચાલ્યા, ને રોઝાના કમાડ ઠોક્યાં. દરવાન હુંગમાંથી ઘાભરો ઘાભરો ઉઠી પુછવા લાગ્યો કે કોણ છો. બ્રાહ્મણો બોલ્યા ઉઘાડો મીયાં, ગામમાં હિંદુઓએ સાંઈ સાહેબનો તકીઓ લુટ્યો ને લગાડી મુક્યો, ને અમને મારી નાંખતા હતા તેથી નાસી આવ્યા છીએ. સાંઈના નોકરો જાણી દરવાને નાની બારી ઉઘાડી. તુરત કેટલાક નાગરો અંદર પેઠા ને દરવાનને ધક્કો મારી આઘો ઉસડી બારણાં ઉઘાડ્યાં. એમના સાથીઓ કીકીયારી કરતા રોઝામાં પેઠા.

જેવા તેમને દીઠા તેવો ફકીર નાઠો, ને એક ભોંયરામાં ઉતરી ગયો; ચંદા કબરના ઓરડામાં ભરાઈ ગઈને બારણાં વાસી દીધાં. રોઝાની પાછલો દરવાજો ઉઘાડી બે ચેલા નિકળી નાઠા, ને સુંદર પણ તેજ રસ્તે દોડી ગઈ. બે રખવાલેણ પકડાઈ. ભટોએ તેનાં હાડકાં ભાગ્યાં ને નાસવા ન પામે માટે હાથ બાંધી ઝાડે લટકાવી. કેટલાક કબરના ઓરડાના કમાડ કુહાડે ફાડવા લાગ્યા, ને કેટલાક ભોયરાનું ઢાંકણું ચીરવા ગયા. એટલામાં નાગી તરવાર સહીત ઘોડા મારતા સરકારી સ્વારો આવ્યા. બ્રાહ્મણોને ઘેરી લીધા, પણ તેમના ઉપર જરૂર વગર