આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૬
सासुवहुनी लढाई
 

મોડાસામાં જીવતી નહીં લઈ જશો. મારો વર મને રીબી રીબીને મારશે, તે કરતાં તમે ઝટ મારો તો મોટી દયા. મને હવે મરવું ગમે છે. એમ કહી રડી પડી.

પઠાણ તેને ધીરજ આપી કહે તમારે જરાએ બીવું નહીં, હું વાજબી કરીશ; હું પાદશાહની તરફથી આ પરગણાનું રક્ષણ કરું છું, મને મુસારો એજ માટે મળે છે. મારે મરદનું રક્ષણ કરવું ને ઓરતનુંએ કરવું; નબળાને જેઓ દુખ દે, જેઓ જુલમ કરે, ગુનાહ કરે, તેઓને સજા કરવી એ મારો ધર્મ છે, વાસ્તે ચિંતા કરો નહીં. તમારૂં શીળવૃત, તમારી આબરૂ હું સાચવીશ તમારા શરીરની હાલત એવી નબળી દીશે છે કે તમને પ્રથમ દવા કરવી જોઈએ, મારો હકીમ તમને સાજાં કરશે પછી જે કરવું ઘટશે તે કરીશું. મારી પોતાની બેગમ ઘણી માયાળુ ને સદગુણી ઓરત છે, તે તમારી સંભાળ લેશે. આ મારા મીયાનામાં બેસાડી તમને મારા નોકરો તેની પાસે લઈ જશે.

હમાલ લોક અહીં આવો, "આ બાઈને મીયાનામાં બેસાડી આપણી ઝનાનખાનામાં પોચતાં કરો." એ હુકમ સાંભળી ભોઇએ સુંદરને મીયાનામાં બેસાડી. પઠાણે જોડે ચાર સ્વાર આપ્યા, ને ઝનાનાના રખવાળ ખોજા યુસુફ ઉપર હુકમ લખી આપ્યો. સુંદરબાઈ ચાલ્યાં. પઠાણે પણ મુકામ ઉઠાવવાની આજ્ઞા આપી ને નાસ્તો કરી બુંન પી રવાને થયો.

દોઢપોહોર દહાડો ચઢતાં સુંદર મોડાસાના થાણામાં પોચી. ખોજો અસુફ તેણીને બેગમની હજુરમાં લઈ ગયો, ને પઠાણનો રૂક્કો વાંચી સંભળાવ્યો. જેવી બેગમ ભલી હતી તેવો જ ખોજો પણ મરદે આદમી હતો. તેમણે સુંદરને એક ઓરડામાં પલંગ ઉપર સુવાડીને બે ઘાંયઝિયો તેની સેવામાં આપી તથા તઇએબઅલી હકીમને બોલાવા મોકલ્યું. તઇએબજીએ આવી સુંદરની નાડ તથા એના કસાઈ વરના મારના લીલઝામાં જોયા ને હકીગત સાંભળીને કહ્યું હું તેલ આપું છું તે એને આખે શરીરે ચોળી સહેવાય એવે ઉને પાણીએ નવરાવો, પછી ખીચડીને ઘી જમાડો ને સુવાડો. હુંગમાંથી જગાડશો નહીં, પણ હુંઘ પુરી થએ પોતાની મેળે ઉઠે ત્યારે આ દવા પાજો. એને આરામની ઘણી જરૂર છે. સાંજરે દુધ, પુરી, ભજીઆં વગેરે હિંદુ લોકનું જે ખાવાનું એ માગે તે આપજો; એને ઉજાગરોને થાક બહુ ચઢયા છે, માટે તસદી જેમ ઓછી અપાય તેમ સારૂ; કાલ સવારે એને હું જોઈ જઇશ; બે ચાર દહાડામાં કરાર થઇ જશે.

હજામડિયોએ બે ચુલા સળગાવી દીધા, એકપર ગરમ કરવાને પાણી મુક્યું,