આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
 

છું; મારી માએ મને ઊંધું-ચતું સમજાવ્યું હશે એવો મને હવે શક આવે છે. મારા ઉપર દયા કરો, મારો પશ્ચાતાપ એજ મને મોટી શિક્ષા છે, મારી વહુનું ખુન કરવાનો મારો ઇરાદો નહતો, હું હત્યારો નથી, માટે મને માફ કરો એ અરજ તમને બેહુ સાહેબોને કરું છું.'

સાક્ષી પુરાવો લેવાઈ રહ્યા પછી પઠાણે જાફરખાને કહ્યું કે આ કેદી ગુનેગાર છે એ મારો મત છે, પણ એનો શીરછેદ થવો ન જોઈએ, એને જનમ ટીપ (કેદ) મળશે તો બસ છે, પરંતુ બે રોજ વચમાં જવા દઈ આપને જે વાજબી લાગે તે કરશો. જાફરખાં કહે કામ મોટું છે ખરું પણ મારા મનમાં સંધે રહેતો નથી, મારો અભિપ્રાય આપના મત જોડે કેવળ મળતો છે, તથાપિ આપ કહો છો તો બે દિવસ કેડે ફેંસલો આપીશ. એમ કહી હરિનંદને પાછો કેદમાં મોકલ્યો, ને ગુરૂવારે ફરિને હાજર કરવાનો હુકમ કર્યો.

મહાલના કારભાર સંબંધીની બીજી ઘણી વાતોથી જાફરખાન ને વાકેફ કરી પઠાણે મંગળવારની પાછલી રાતે કુચ કરી.