આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૨
सासुवहुनी लढाई
 

ગરજ સારે, માથે મોટી ઘેરી ને ચોટલીનો કાંઇક ભાગ તેલથી તકતકતો પાગડીની બહાર રહેલો છે, ને મોંમાં પાન સોપારીના ડૂચા ભરેલા તેની પીચકારીઓ મારે ને હાથમાં છીકણીની દાબડી તેમાંથી ચીપટા ભરી નશકોરામાં દાબે. નજરમાં આવે તેમ ભૂંડું બોલે, નાના-નાના ટોળે વળી વાતો કરે, કેટલાક કહે અમારા હાથ-ચળવળે છે, એને વાપરવાનું મળે તો ઠીક. થોડા ડાહ્યા ને ભારેખમ હતા તે છેલ્લા આવ્યા. બીજાઓ આગળથી આવીને બેઠેલા તેથી એમને બેસવાની જગા ન મળે ને બેસવું તો મોખરે, તેથી વચમાં ઘુસી આગળ બેઠા હતા તેમના ખોળામાં બેસી ગયા. પેલાએ તેમને ઉઠાડી દીધા એટલે હો હો થઈ મારા મારી પર આવતા હતા. જેમ તેમ કરતાં સમાધાન થયું તોએ કલકલાણ એટલું થાય કે કાને પડ્યું સંભળાય નહીં.

જગનાથ પાઠેક પટેલ હતા તેમણે ઉભા થઈ મોટી તાળીઓ ને બુમો પાડી કહ્યું સાંભળો મહારાજો સાંભળો, ભૂદેવો સાંભળો. આ રમાનંદ પંડ્યા જ્ઞાતિને અરજ કરે છે તે સાંભળી એમનો નિકાલ કરો, આજ એમને બે લાંગણ થઈ છે.

એ સાંભળી બધા છાના રહ્યા. રમાનંદના ભાઈએ કહ્યું હવે નાતની જુની રીત ટૂટવા માંડી છે. નાતને ભેગી કર્યા વગર લોકને નાતબહાર મૂકવા એ હાલજ બન્યું છે, આ વૃદ્ધ ભુદેવો બેઠા છે તેમને હું પૂછું છું કે પૂર્વે કોઇવાર એવું બન્યું છે, શું આપણામાં આગળ કોઈ શાસ્ત્ર ભણેલું નહતું. શો અન્યાય અમે કર્યો છે કે અમારા ઘરની આબરૂ એ લોક લેવા તૈઆર થયા છે.

દેવનારાયણ શાસ્ત્રિના બનેવીએ કહ્યું શાસ્ત્રિ મહારાજનો શો વાંક છે. એમનો ધર્મ છે કે જે કોઈ પ્રશ્ન પૂછે તેને ધર્મશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દેવો જેઓ એમને પૂછવા ગયા તેઓને એમણે યથાર્થ હતું તે કહ્યું, એ કોઇને ઘેર કહેવા ગયા નથી; નાતનું નાક ગયું. મોહો કાળું થયું, મુસલમાન ફકીરની જોડે એમની વહુવારૂ જતી રહી, રાત્રે તેની સાથે તેનું રાંધેલું જમી; બીજી વહુવારૂ મુસલમાનના ઘરમાં ખાટલામાં મરી ગઇ, તેનું પુતળ વિધાન ન કર્યું, ને બાળી આવનારાએ પ્રાયશ્ચિત ન કર્યું, હવે જ્ઞાતિ એને ઘેર કેમ જમે. આ કલજુગમાં પણ આપણી સર્વોત્તમ વરણમાં આજ સુધી એવું નીચું જોવાનું બન્યું નથી, સ્ત્રી હત્યા આજપર્યત કોઇએ કરી નથી, ને એવો અધર્મ થયો નથી.

એ સાંભળી ચંદાનો મામો એ બોલનાર ઉપર મહા ક્રોધ કરી ધસ્યો, ને તેનો ટોટો ઝાલ્યો. હાં હાં, ખમાં, એમ કેટલાક બોલ્યા, ને કેટલાએકે વચમાં પડી બને છૂટા પાડ્યા. ચંદાનો ભાઈ કહે શું અમે કાંચળીઓ પહેરીને બેઠા છીએ, શું અમને બોલતાં નથી આવડતું ! આપણે જાણીએ નાતનાં છિદ્ર કોણ ઉઘાડાં પાડે, ને બીજી જ્ઞાતિવાળાને નાતની એબ કોણ દેખાડે, પણ હવે બોલ્યા વગર કેમ રહેવાય. ઘેર ઘેર માટીના ચૂલા છે, મારી બેનને ફકીર જોડે જમતાં કોણે જોઈ છે, જેણે જોઈ હોય તે આ ઠેકાણે આવી સામો ઉભો રહે, આપણી જ્ઞાતિની બીજી ઘણીએ બાએડીને મેં એ ફકીરને તકીએ જતાં દીઠી છ, કહો તો તેનાં નામ દઉં ને પુરાવો આપું. મુસલમાનના ઘરમાં જઈ રહે છે તેને તમે શું કરો છો ? શૂદ્રિને ઘરમાં રાખે છે, ને તેના પેટનાં છોકરાં તેના ઘરમાં રમતાં કહો તો આ ઘડી દેખાડું, કલાલની દુકાનમાં ને ચક્રમાં બેસતાં કહો એટલાને પકડી આપું. આપણા ગામથી અધગાઉ પર તાજપરું છે