આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪
सासुवहुनी लढाई
 

ચંદા – તારે શું ઘરડાં મુવાં ઘેલાં હતાં; આપણી ન્યાતમાં વાઘ કરવાની રીત અસલથી છે તે ખોટી શા વાસ્તે વારૂં ?

દવે – તો આપણાં ઘરડાં ડાહ્યાં તો તે ઘરડાનાં ઘરડાં ડાહ્યાં નહિ ? ઘરડાંએ જે જે ચાલ પાડ્યા છે તે સઘળા ખરા છે, એ તકરારમાં તમે જીતશો નહિ. વાઘ બનાવાનો ચાલ જુનો નથી, વડનગરમાં નહોતો તેનો પુરાવો આપી શકાય. આપણા ગામમાં પહેલો નીકળ્યો, ને અહીંથી અમદાવાદમાં ગયો. ગુજરાતના બધા ગામમાં નથી, કાશીમાં નથી, મથુરામાં નથી. ગામના સૌ લોક આપણી મશ્કરી કરે છે. મોહોથી તે કેડ સુધી શરીરનો કાંઈ ભાગ જણાય નહિ, લુગડુંએ પહેરાય નહિ, નખથી તે ખભા સુધી બંને હાથ વાંક વગેરેથી ઢંકાઈ જાય, કપાળ, આંખો, નાક, ગાલ, હોઠ, કાનાદિક મોહોડાનો કાંઈ ભાગ જણાય નહિ, સ્વાસ લેવો કઠણ પડે, એ સારૂં કોને લાગે. એવું કરીને ચૌટામાં તેને ઉઘાડી પાલખીમાં ફેરવવી આગળ ઢોલ વાગે. વાહ ! વાહ ! એના તમે વખાણ કરો છો. એ શરમ ભરેલા ચાલની ઉત્પત્તિ તમે સાંભળોતો હસ્યા વના રહો નહિ.

ચંદા – તો કહોની વારૂ. પણ તમને ખોટી તો નથી કરતી ?

દવે – ના બેસો આજ મારે નવરાસ છે. વાઘની ઉત્પત્તિની વાત મેં મારા દાદાને મોડેથી સાંભળી છે. છબીલદાસ કરીને મોટો ધનાઢ્ય નાગર વાણીઓ હતો. એ શેઠની બરોબરી કરે એવો એકે વાણીઓ આ ગામમાં તો શું પણ અમદાવાદમાંએ નહોતો. એ શેઠના ગાંયજાનું નામ કચરો અને ગોરનું નામ ચુલાશંકર. એ બંનેની જોડી ઠીક હતી.

ચંદા – તમે મશકરી કરો છો. વળી કચરો અને ચુલાશંકર તે કોઈનાં નામ હોય ?

દવે – હા, ઘણાનાં હોય છે. વહેમી લોકને છોકરાં જીવતાં નથી ત્યારે એવાં નામ પાડે છે. મારા પાડોસીના છૈયાનું નામ મફતીઓ છે. એવા કહી એટલા દાખલા આપું. તમારી વડીઆઈના કાકાનું નામ ફકીરભટ હતું, અને તેના મામાનું નામ ઉકરડારામ હતું. મુર્ખલોક વેહેમથી એવાં નામ પાડે છે.

ચંદા – વારૂ, હવે તમે નાગરના વાઘની વાત કહોને.

દવે – કચરો ને ચુલાશંકર બંનેમાં અર્ધો પાયો ઓછો હતો. લોભીઆ ઘણા, ને પોત પોતાની નાતમાં ખુબ રોબ મારે. શેઠને પ્રતાપે હજામ કને