આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૩૫
 

બસે ચારસેની અને ગોર પાસે બે ચાર હજારની પુંજી થઈ હતી, પણ તેથી ધરાયા નહિ. વારે વારે શેઠને કેહે સાહેબ વેપાર કરાવી રળાવો. સવારે માથું બોડતી વેળા અને રાત્રે પગ ચાંપતી વખતે કચરો એ વાત લાગ જોઈને સંભારે. શેઠે પોતાના મુનીમને એ વાત કહી અને કાંઈ જુગતીથી તેને શીખામણ દેવાનું કહ્યું. મુનીમ દુષ્ટ મશકરો હતો તેણે શેઠને કહ્યું, કાલે સવારે આપ હજામત કરાવતા હશો તે વખતે હું કાગળ લાવી વાંચીશ ને તમે મને કેહજો કે જાઓ મળે એટલી ભાજી ખરીદ કરો.

બીજે દિવસે વાહાણે વાયે છબીલદાસ શેઠ વતું કરાવા બેઠા, એટલે હાથમાં પરદેશથી આવેલો કાગળ લઈ શેઠ કને મુનીમ આવ્યા, ને બોલ્યા શેઠજી ભંગડનગરનો રાજા આણી તરફ આવવા નીકળ્યો છે, અને તેને અને તેના લશકરને આપણા ગામની ભાજીનો ઘણો શોક છે તેથી ભાજી હોરી રાખવાથી હજારો રૂપીઆનો લાભ થશે, એવું આપણો ત્યાંનો આડતીઓ લખે છે. એ સાંભળી શેઠે કહ્યું જાઓ જેટલી ભાજી મળે તેટલી વેચાતી લો ને વખારમાં ભરી રાખો.

કચરાભાઈએ જાણ્યું કે આ લાગ સારો છે. શેઠનું માથું મુડી રહ્યો કે પાધરો પોતાના ભાઈબંધ ચુલાશંકરને ઘેર ગયો, ને મુનીમે કહેલી વાત તેને જણાવી. ચુલાશંકરે બસે રૂપીઆ કહાડ્યા, અને કચરાએ સો રૂપીઆ કહાડ્યા. એમ ત્રણસે રૂપીઆનો બંને મીત્રે પંતીઆળ ભાજીનો વેપાર કર્યો. બંને જણ બજારમાં ગયા અને તમામ ભાજી ખરીદ કરી એટલું જ નહિ પણ બીજી મંગાવી. ભાજીનો ભાવ તો ચડ્યો તેથી આસપાસના ગામડાના લોક ગાડાં ભરી ભરીને લાવ્યા. હજામે અને નાગર બ્રાહ્મણે ત્રણસે રૂપીઆની ભાજી હોરીને ઘરમાં ભરી. ભંગડનગરના રાજાની વાટ જોતાં એક દિવસ ગયો, બે ગયા, ત્રણ ગયા, પણ તે આવ્યો નહિ, ને ભાજી કોહી ગઈ; ત્રણસેં રૂપીઆ ગયા અને લોકમાં હાંસી થઈ. એવા મુર્ખને ઘેરથી આ વાઘનો ચાલ નિકળ્યો છે.

ભાજીનો વેપાર કર્યાને બીજે વરસે કચરાની બાયડીની અઘરણી આવી. ગાંયજાની નાતમાં મોટો અને નગરશેઠનો હજામ માલમ પડું એવું કાંઈ કરવાનો કચરે મનસુબો કર્યો. શેઠની કને જઈ કાલાવાલા કરી કહ્યું સાહેબ આ ટાણે મારી નાત જમાડી આપશો તેમાં કાંઈ નવાઈ નથી, એતો તમારા ઘરનો દસ્તુર છે, માટે કાંઈ વધારે કરો. ધેણ રાણીને તમારા ઘરનાં બધાં ઘરેણાં પહેરવા આપો. 'શેઠ કહે તારી ગાંયજીને ! રે બેવકુફ લોક ચેસટા કરશે' કચરો કહે