આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૩૭
 

ક્યાંથી મળે ? ને નાગર બ્રાહ્મણની ન્યાતમાંથી મળી શકે તેથી એક એકના માગી લાવે છે.

ઉપલો હેવાલ જોડી કહાડેલો છે. એવું ચંદાગવરીને લાગ્યું, પણ એ ચાલ કોઈ મુરખે ચલાવ્યો છે. એવી તેની ખાતરી થઈ. પોતાને ઘેરથી બંધ કરવાની તેની હીમ્મત ચાલી નહિ, પણ તે બંધ પડે તો સારું એમ તેને સમજાયું. તેણે રવીનારાયણ દવે ને કહ્યું કે મારી તારાબેનને તો વાઘ કરીશું. દવે કહે જેમ તમારી ઈચ્છા.

ઉઠતાં ઉઠતાં મનમાં શંકા આવવાથી ચંદાગવરીએ પુછ્યું કે વારૂ ત્યારે વાઘ કરવાની રૂઢી નાગર ગૃહસ્થમાં શી રીતે પેઠી. તે બધાએ વાઘ કરે છે.

દવે – કેટલાંક સારા ઘરમાંથી એ ચાલ નીકળી ગયો છે. જુવોને ભોળાભાઈએ નાદાન લોકની નિંદાની દરકાર ન કરતાં પોતાના ઘરમાંથી એ રૂઢીને કહાડી નાખી, અને તેમના કેટલાક સ્નેહીઓએ પણ તેમ કર્યું. પોતાની વહુ બેટીની લાજ રાખવાની જેનામાં સમજ હોય તેઓ એમના વખાણ કરે છે, અને જુના મતના મૂર્ખલોક તેમનું ખોટું બોલે છે. ખરા ખોટાનો વિચાર કરી શકનારો માણસ જેમ વધશે તેમ એ અને બીજી માઠી રૂઢીઓ નીકળી જશે એમાં શક નથી. પણ જ્યાં સુધી બ્રાહ્મણનું જોર વધારે છે ત્યાં સુધી સુધારો થવો મુશ્કેલ છે. બલકે અશક્ય છે. એ બ્રાહ્મણોનાં સુંડા જેવા છે. ગોર બંધ કર્યા કે પગે લાગતા આવવાના પરમાતીના બ્રાહ્મણથી ચલાવી લેને આપણી નાતમાં ન રાખે એવા પુરુષો થોડાક હાલ થયા છે, અને તેથી આપણું બળ કાંઈક નરમ પડ્યું છે. જો એવા માણસ વધશે તો પછી નાગર બ્રાહ્મણોનું કાંઈ ચાલશે નહિ, અને આપણે એમની પાછળ ઘસડવવું પડશે, કેમ કે નાગર બ્રાહ્મણોની દેશમાં વડાઈ છે તે ગૃહસ્થ નાગરોને લીધે છે. નહિ તો ઓદીચડા વગેરે બીજા નીચ ભીખારી બ્રાહ્મણો છે તેવા આપણે હોત. દક્ષણિ બ્રાહ્મણોમાં ભટ વર્ગની સોભા ગૃહસ્થ વડે છે તો પણ ભીક્ષુકોને તાબે ગૃહસ્થને રહેવું પડે છે. નાગરોમાં સંપ નથી અને વેહેમી ઘણા છે, તેથી તેઓ આપણા ગુલામ છે; બ્રાહ્મણો ઉઠ કહે છે તો ઉઠવું પડે છે અને બેસ કહે છે તો બેસવું પડે છે. એમનાં બઇરાં ઘણાં વહેમી છે. કોઈની દીકરી કે મા મરેલી હોય, કોઈનો દીકરો અને કોઈનો ધણી ગત થયો હોય તેની પાછળ નાગર બ્રાહ્મણ જમે ત્યારે તે મરનારને