આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
सासुवहुनी लढाई
 

બળદોને ઘી પાવામાં, માંડવામાં, વગેરે અનેક તરેહનાં દાપાંથી તેને નીચોવે છે. કન્યા વળાવે ત્યારે લુગડાંલતાં, ને બાંયમાટલું, પાછી ઘેર તેડી લાવે ત્યારે, તથા વરનાં સગાંવહાલાં જેઓ જાનમાં આવ્યાં હોય તેમને આપવામાં કન્યાનો બાપ ઘસાઈ જાય છે. એક આણું જઈ આવે ત્યાર પછી બીજે આણે કાંઈ છુટ્યો એમ નહીં, તેને તેટલું જ ખરચ થાય છે; જુદી જુદી જાતનાં દાપાં કે હક હોય છે તે ચુકવવા પડે છે. પાછું સીમંત આવે ત્યારે, છોડી છૈઓ લેઇ વળાવે ત્યારે વળી બીજાં દાપાં ચુકવવાનાં છે. જો છોડી જુદી રહે તો, ખાટલો, ગોદડાં, દાણાદુણી, મીઠાથી ઘી પર્યંત, વાસણકુસણ બધું જમાઈને સસરાએ આપવું જોઈએ. દીકરી ને ઘરેણાંગાંઠાં પણ તેના માબાપનાં, જો એક વાર ઘસાઈ ગયાં, તો ફરીને બબે ત્રણ ત્રણવાર કરવા પડે. એટલે છોડી મોટી થઈ સાસુ થાય ત્યાં સુધી ઘરેણાંગાંઠાં કરવાં પડે છે. લુગડાં તો તેને મરતાં સુધી કરવાનાં; ને તે પંડે સાસુ થાય ત્યાં સુધી તેના સાસરાની હજામડી, દરજણ, ધોબણ વગેરેને સાલ્લો કે કાપડું દર વરસે આપવું પડે. જો જમાઈ પહેલવહેલો જમાઈ થવા આવેતો તેને એકાવન કે એકસો એક રૂપીઆ આપવા પડે. તેટલાજ રૂપીઆ જો પેહેલ વહેલાં સાસુ સસરો આવેતો બંનેને થઈને કરી આપવા પડે. દીએર, જેઠ, દેરાણી, જેઠાણી, નણંદ, નણદોઈ, કાકાજી, કાકીજી વગેરે સગાં-વહાલાંને કોઈને પાંચ, પાંચ, દશ દશ આપવા પડે તે જુદા. મતલબ કે એક દીકરી હોય તો પણ તે બાપડો મરતાં સુધી ખરચમાંથી મોકળો નથી થતો. વળી ભાણેજ ભાણજી થાય તો તેને ઘરેણાં ગાંઠ, લુગડાં લતાં, એ છોકરાં પરણે ત્યાં સુધી બધાંને કરવો પડે. આ બધું ખરચ કેટલું થાય તેનો વિચાર કરો.

સ્ત્રીઓની હાલત – કન્યાનો બાપ આટલું બધું ખરચ કરે પણ તેને સુખ શું ? કાંઈ નહીં. જો ખરચ ન કરી શકે તો જમાઈ ફરીને પરણે, ને તેને બાપડીને પીએર રહેવું પડે. સાસરે રહેતો તેની દુરદશા કેવી ? ગુલામડીની હાલત પણ તેના કરતાં સારી હોય છે. સાસુ, નણંદ, દીએર વગેરેની લુંડી હોયને જાણે. તેને તેઓ મેણાં મારે, ધમકાવે, ધણીને કહીને મરાવે; ફરી પરણી શોક લાવવાની બીહીક આપે તે જુદી. સાસુ, નણંદ બેશી રહી ઘરનું સઘળું કામ વહુરૂપી એ દાસી પાસે કરાવે; સાસુ નણંદ ખામીઓ કહાડવા બેસે ને વઢે. પાણી વાશીંદુ તો મળસકામાં ચાર ઘડી રાતનાં કરવાનું. દીવસ ઉગ્યો, લોક હરતા-ફરતા થયા, કે ઘર બહાર પગ મુકાવાનો નહીં. હું ધારતો નથી કે કોઈપણ પાટીદારની સ્ત્રી આખા ગામની ભોમીએણ થઈ હોય. ઘરમાં પડદે રહેવા જેવું જ. જેઠ, સાસરો,