આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૬૩
 

“ભાઈ જેટલો ગોર ઘાલે તેટલું ગર્યું થાય.” કન્યાનો બાપ કહે છે. [૧]આજ તો ખરી વાત છે, ગોપારજી બોઉ હારૂ બોલ્યો,” ઈત્યાદિ. એ પ્રમાણે કેટલીક રગજગ થયા પછી સૌ પોત પોતાને મુકામે જાય છે. ઉપર મુજબ પહેલો દહાડો પુરો થાય છે. જાન બે દિવસ રહી ત્રીજે દિવસે રવાના થાય છે. પણ જો કન્યા તરફનાં આગ્રહ કરીને રાખે તો ત્રણ દિવસ રહી ચોથે દિવસે રવાના થાય છે. પણ તેમનો ત્રીજે દિવસે રહેવાનો બીલકુલ હક નથી. અને જાનના ખરચને સારૂ પ્રથમથી જેટલું ઘી, ખાંડ, ગોળ લોટ વગેરે પરઠ્યું હોય તેટલું જ લેવાનો હક છે. વધારે માણસ લાવે તો પોતાની ગાંઠનું ખરચ થાય. એમાં બીજો દિવસ ગોરોનો કહેવાય છે. તે દિવસે ધારા પ્રમાણે જે દાપાં ચૂકવવાનાં હોય છે તે ચૂકવે છે. તે માંહેના એક દાપાનું વર્ણન નીચે પ્રમાણે. એ દાપામાં કન્યાની મા વરની માને પંદર શેર લાડવા તથા પાંચ શેર સોપારી ઉપરાંત વધારે આપતી. નથી. તે વખત વરની મા કહે છે કે “રતન [૨]વેવાણ આટલું હું આપ્યું. તારી પોરી વગર મારો પોર્યો કુંવારો રેવાનો ઉતો હું. મારો પોર્યો તો ઝોરીમાંનો ઝડપાય. મારા વરને તાંતો બાવરીઓ હરખો ઓ કુંવારો ની ઓય.” એવી રીતે કેટલુંક કહે છે. એટલે લાડવા સોપારીમાં કાંઈક વધારો કરી આપે છે. એવી ભાષણ બે ત્રણ કલાક ચલાવીને બધાં દાપાં માંડી વાળે છે. એ પ્રમાણે બીજો દિવસ પુરો થાય છે. ત્રીજે દિવસે જાન વિદાય થવાને કન્યાને ઘેર આવે છે તેમાં પણ ઘણા ઝગડા થાય છે. વાંકડાના રૂપીઆ જે થોડા ઘણા બાકી હોય છે. તે આ વખતે આપે છે. વરનાં સગાં તથા કન્યાનાં સગાં પણ અરસપરસ આ વખતે ભેટે છે. વરની મા અને કન્યાની મા ઘણી મુલ્યવાન સાડી પટાની માફક ધારણ કરે છે. તે ઘણી શોભા આપે છે. એ પ્રમાણે થયા પછી કન્યાનો બાપ પોતાના જમાઈને ઢોલીઓ, પાટી, તળાઈ, તાંબાકુંડી વગેરે કેટલોક સામાન આપે છે. તે જો નબળો હોય અથવા થોડો હોય તો વરની મા પોતાની દાસીઓ પાસે નીચેનું ગીત ગવડાવે છે.

"હાત ઢોલીઆ હાથે વોર્યા, તેમાંના બે આ લો મારા નવલા વેવાઈ રે; બે આલ્યા બે આલ હું, ને બેનાં મેલો પાણી, મારા નવલા વેવાઈ રે”

જે સામાન નહીં આપ્યો હોય તેનું ગીત પણ ઉપરની જ રીત પ્રમાણે ગવડાવે છે. તથા એ સિવાય બીજા કેટલાંક બેઅદબી ગીતો ગવડાવે છે, તે લખવાને હું દુરસ્ત ધારતો નથી. પછી જાન પોતાને ગામ જવાને તૈયાર થાય


  1. ૧. હાજતો.
  2. ૨. વહેવારનું નામ જે હોય તે એ ઠેકાણે બોલે.