આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૪
सासुवहुनी लढाई
 

છે, તેને કન્યા તરફના થોડે સુધી વળાવા જાય છે. કન્યા વરને ઘેર દશેક દિવસ રહીને પાછી પોતાના બાપને ઘેર આવે છે. ભાઠેલા દેસાઈને કન્યા આપે છે, પરંતુ દેસાઈઓ ગમે તે થાય તો પણ ભાઠેલાને કન્યા આપતા નથી.

છોકરી ઉપર અપ્રીતિ – દીકરી થઈ ત્યારથી માબાપ કહે કે એક માંડવો થયો. એમ વિચારી તેના પર બળવા માંડે છે, કેમકે છોકરીને પરણાવવા વગેરેનો બહુ જ ખર્ચ થાય છે, તથા તેનાં સાસરી તરફનું તેને બહુ દુખ પડે છે. જો માબાપ ગરીબ પરંતુ કુળવાન હોય અને તેમને ઘેર છોકરી જન્મી તો તે બિચારાની કમ્બખ્તી. વળી તે છોકરીને દશ વર્ષની અંદર પરણાવી દેવી જોઈએ, અને જો તેવી રીતે ન થયું તો તેની બહુજ ગેરઆબરૂ થાય છે. એવાં દુ:ખથી વખતે માબાપ સ્વદેશનો ત્યાગ કરી પરદેશ જાય છે, અને પછી પરદેશમાં ગમે તે રીતે પોતાનું ભરણ પોષણ કરે છે; આવા બનાવ ક્વચિત બને છે; છોકરીના દુઃખની સાથે કરજ વગેરે બીજાં કેટલાંક કારણથી સ્વદેશનો ત્યાગ કરેલો એવા માણસની સંખ્યા વધારે મળી આવશે. છોકરી જન્મે છે ત્યારથી તેને બરાબર ધવરાવતાં નથી, અને ખાવાને પણ પુરૂં આપતાં નથી, ને તેની સંભાળ લેતાં નથી. આવા દુઃખમાં તે બિચારી બચી તો બચી નહીં તો ઈશ્વરધામમાં ચાલતી થાય છે. છોકરી મરી ગઈ તો દુષ્ટ કુળવાન દેસાઈઓ કહે છે કે “પાંચ હજાર રૂપિઆની ચીઠ્ઠી ફાટી ગઈ.” અરે ! એ કેવા નિર્દય અને પાપી છે. પોતે ધનવાન હોય તો પૈસાની દરકાર ન કરે, પરંતુ તેઓ છોકરીની જાત નીચી ગણે છે; વળી પોતાના વેહેવાઈને ગમે તેટલા પૈસા આપે તો પણ તે વેહેવાઈના મુખમાંથી એવો શબ્દ નીકળવાની આશા ન રાખવી કે મારા વેવાઈએ મને ઘણું સારૂ આપ્યું. થોડું પડે તો તો એમ કહે કે મને કંઈ નથી આપ્યું. ગાળો દે, લડે અને ફજેત કરે. આ કારણથી શ્રીમંતો પણ છોકરીને ઇચ્છતા નથી.

સ્ત્રીઓની હાલત – જ્યારથી છોકરી જન્મે છે ત્યારથી તેના ઉપર દુઃખ રૂપી વરસાદ વરસવા માંડે છે. છોકરી પરણીને ગયા પછી પાછી આવે છે, અને ત્યાર પછી કેટલેક વર્ષે સાસરે જાય છે તેને સુપડે જવું કહે છે. પરણતી વખતે જે ખર્ચ થાય છે તેનો સુમારે એક ત્રતીઅંશ ખર્ચ એ વેળા થાય છે. સુપડે જતી વખતે કેટલું લઈ જવું તેનો કોઈ પણ નિયમ મુકરર કરેલો નથી, તેથી તે બીચારી ગમે તેટલું લઈ જાય તો પણ તેના સાસરી એમ નહીં કહે કે સારૂં આપ્યું અને જો કોઈ સ્ત્રીએ થોડું આપ્યું તો તેની સાસુ તે વહુને કહે છે કે મારા ઘરમાં તારો ખપ નથી, એમ કહી તેને પોતાના ઘરમાં દાખલ