આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
सासुवहुनी लढाई
૭૩
 


ચંદા – ચાલો વળી ગાળો ના ભાંડો, એતો તમારો ભાઈ. મારાં ભાગ્ય ફુટ્યાં ત્યારે એવું એવું સાંભળવું પડે છે કે ને.

વી. – ઠીક હવે આંસુપાત કરવા મંડી જા, નહીં તો ભૂત આણ, પણ યાદ રાખજે કે જો ફરીને એ ફકીરને તકિયે ગઈ તો ગણપતી ચોથ ઉજવાવવાનું કહ્યું છે તે નહીં ઉજવાવું.

ચંદા – રહ્યું ના ઉજવાવશો.

વી. – પણ તું જઈશ ખરી કેમ ?

ચંદા – વારૂ આખી રાત તમારે એ તકરારમાં ગાળવી છે. તમે ના કહેશો તો નહીં જાઉં, લ્યો હું હારી ને તમે જીત્યા, પછી કાંઈ. તો શું મને કંકાસ નહીં ગમે, થવા કાળ હશે તે થશે.

વી. – હવે ડાહી થઈ, મારી મીઠી સાતવાર, લાવો પાન આપો.