પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૧૭૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪
સાઠીનૂં વાડ્ગમય.

ઉદારતાની ભાવના આ સર્વ અંશ પણ તેમની કવિતામાં ઉત્તમ અને પ્રશંસનીય છે. વીરરસ અનુભવનાર ઉમદા દિલને ઘટે તેવી દેશ પ્રીતિ પણ તેમની કૃતિમાં અનેક સ્થળે દર્શન દે છે.’ ઉપર ‘દર્શાવેલા ગુણ દોષ ભીમરાવની બધી કૃતિઓમાં છે તેમાંથી એકલા દોષ જ જોઇ શકનારની ગુણ પર થતી વિમુખતા શોચનીય છે.'

ભીમરાવની બીજી કૃતિઓમાં 'લાવણ્યમયી' અને 'જ્યુબિલી' (વિનોદિની) એ બે કાવ્ય બહુ ઉત્તમ પંક્તિનાં છે. લાવણ્યમયી દેશભક્તિથી અને દેશોત્કર્ષના ઉત્સાહથી પરિપૂર્ણ છે. એ કાવ્ય 'સૂતા લોકો' ને ઉધ્ધોધન રૂપે છે. કવિ સર્વને સ્મરણ કરાવે છે કે 'અરૂણ તરૂણ આ ઉદય થયો' 'સૂર્ય ઉદય આભાસે' અને

'વિભુવર્ણન ઉપકાર સ્મરણ કરિ નમન મનન દિનરાત,
જનસુખકારક નવા ઉદ્ધારક ઉદય ઉદય વિખ્યાત,
કાર્ય સફળ શુભ કરતો.'

એવો એ અરૂણોદય છે. એ શુભ ચિન્હ દર્શાવી કવિ 'સંપ સજવાનો' અને 'મહદ્‌યશના મહાકાર્યો કરવાનો ઉપદેશ કરે છે.' 'ઉચ્ચ ભાવનાઓથી જેવું આ કાવ્ય ઉત્કૃષ્ટ છે તેવું જ તે રાગવાહી સંગીતથી લાવણ્યમય છે. રચના લાવણીની છે, અને 'લાવણી એટલે જેમાં લાવણ્ય હોય તે' એ વ્યુત્પત્તિ લઈને એ બંધનું નામ 'લાવણ્યમયી' રાખ્યું છે. લાવણીમાં ઉતરતા દરજ્જાની કામવિષયક રચનાઓ સાધારણ રીતે થાય છે તેથી એ શબ્દ પ્રાકૃત વર્ગને જ ઉચિત ગણાતો થયો છે. નામ બદલવાનું એ પણ એક કારણ હોય. લાવણ્યમયીના ચાલ પણ કવિની પોતાની વિશેષ છે. મધુભૃત વૃત્તની બે લીંટીઓ અને પછી બાર માત્રાનો કડકો–એ વૃત્તમાં છે તેવો–એવો આ લાવણ્યમયીનો બંધ છે. કલગી તોરાવાળા મસ્તીમાં જે લવે છે તે માપ આ લાવણીનું છે. ગરબીમાં લાલિત્ય સાથે મૃદુતા હોય છે તેથી પ્રોત્સાહક વિષયો માટે ગરબી અનુચિત હોય છે. લાવણ્ય સાથે સુશક્યતા લાવણીમાં આવી શકે છે, અને લાવણીનું આ સામર્થ્ય કવિયે બનાવેલી