પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૬૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૭
જૈન સાહિત્ય.

 શ્રીમદ્ રાજચંદ્રે રચેલી મોક્ષમાળા અને પાછળથી તેમના ભાઈ શ્રીયુત્ મનસુખલાલ રવજીભાઈ મહેતાના શ્રમથી પ્રકાશિત થયેલો “શ્રીમદ્ રાજચંદ્ર” નામનો તેમનો મોટો ગ્રંથ એ સ્વતંત્ર લેખો છે, દીગંબર, શ્વેતાંબર, અને સ્થાનકવાસીની એકત્રતા કરવાને ઈચ્છતા એ મહાશયનાં વચનોના ભંડાર જેવા એ પુસ્તકની કીંમત રૂ. ૭) રાખવામાં આવી છે. તેથી ઘણે સ્થળે એ ગ્રંથનો પ્રસાર થયો નથી. પરંતુ તે ગ્રંથ જૈન તથા અન્ય સર્વેએ વાંચવા જેવો છે. તેમનું આત્મ સિદ્ધિશાસ્ત્ર પણ ઘણું સારૂં છે.

સઘળા લખનારાઓના લેખની લંબાણથી નોંધ લેવી અનુકુળ નથી. સ્થળ સંકોચને લીધે એક પછી એક ગ્રંથો તરફ ઉતાવળે નજર માત્ર ફેરવી જઇશું.

ખંડનમંડનનાં નવાં લખાયેલાં પુસ્તકો જેવાં કે સમકિત સાર, સમકિત શલ્યોદ્વાર, સમકિતનો દરવાજો, ઢુંઢક નેત્રાંજન, જેવા ગ્રંથો કે જેને સ્વતંત્ર લેખ જેવા ગણી શકાય તેવું છે તેની નોંધ અહિં લેવાનું અમને ઠીક લાગતું નથી કેમકે તેવા લેખો કે ગ્રંથોથી નાણાં ને શક્તિનો નાહક વ્યય થઈને અંદર અંદર ક્લેશ વધવા શિવાય બીજો ફાયદો અમને સમજાતો નથી. માટે અમે સમગ્ર જૈનકોમના સર્વે લેખકોને વિનંતિ કરીએ છીએ કે એવા લેખો લખવામાં તેઓએ પોતાનાં નાણાં ને શક્તિ ખપાવવાં ન જોઈએ.

(૨) સતી દમયંતીની શિખામણો, વગેરે કેટલીક નાની નાની ચોપડીઓ શ્રીયુત્ વાડીલાલ મોતીલાલ તરફથી રચાઈ પ્રસિદ્ધ થઈ છે. તે ઉપયોગી છે. સ્થાનકવાસી જૈન કોમમાં તેમણે ઠીક જાગૃતી ફેલાવી છે.

(૩) રાજકોટમાં થઈ ગયેલા મુનિશ્રી ખોડીદાસજી જેઓએ મહેતાજી દુર્ગારામ મંછારામ અને મજમુદાર મણિશંકર જટાશંકર કીકાણીના પરિચયમાં રહી નવી કેળવણીની નવી રોશનીનો કાઠિયાવાડમાં ઉદય પામતો પ્રકાશ જોયો હતો, તેમણે કવિતાઓ લખી છે. તેમાંના બે ગ્રંથો તેમના