પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૨૭૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૫૯
જૈન સાહિત્ય.



૨૨ જૈન કાવ્ય પ્રકાશ ભાગ ૧.
૨૩ ત્રૈલોક્ય પ્રકાશાખ્યા.
૨૪ હિંગુલ પ્રકરણ.
ર૫ મેઘમાલા વિચાર.
૨૬ પ્રતિમા શતક.
ર૭ હિતશિક્ષાનો રાસ.
૨૮ વેપારી રાસ.
૨૯ શનીશ્વરની ચોપાઇ.
૩૦ શત્રુંજયતિર્થમાલા ઉદ્ધાર રાસ.
૩૧ હરિબળ મચ્છીનો રાસ.
૩૨ મહાબળ મલયસુંદરીનો રાસ.
૩૩ આત્મ પ્રબોધ સ્યાદ્વાદ.
૩૪ મંગળ કલશ કુમારનો રાસ.
૩૫ રાત્રિ ભોજન પરિહારક રાસ.

ભીમસિંહભાઇએ શુદ્ધ અને ઘણો પ્રયાસ લઇને છાપેલ છે અને દરેક વિષય સંબંધી ગ્રન્થો છપાવેલ છે.

(૨૨) નામદાર ગાયકવાડ સરકાર શિયાજીરાવ પાટણ ગયેલા ત્યારે જૈન ગ્રંથભંડારો જોઈ એમાંથી ઉપયોગી હસ્તલિખિત પ્રતો વડોદરે લાવેલા તે ઉપરથી વડોદરાના દેશી કેળવણી ખાતા તરફથી સ્વ. મણિલાલ નભુભાઇએ ભાષાન્તર કરી પ્રકટ કરેલાં–તેમાંનાં યોગબિંદુ, ષડ્દર્શનસમુચ્ચય, દ્વયાશ્રય સમાધિશતક ને અનેકાંતવાદ પ્રવેશ ખાસ ઉપયોગી ને વાંચવા વિચારવા જેવાં છે. આ સિવાય એ કેળવણી ખાતા તરફથી ચતુર્વિંશતિપ્રબંધ, સારસંગ્રહ, બુદ્ધિસાગર—કુમારપાળ ચરિત્ર કુમારપાળપ્રબંધ ને વિક્રમચરિત્ર પ્રકટ થયેલાં છે.

(૨૩) મુંબઈના જૈન જ્ઞાનપ્રસારક મંડળ તરફથી પ્રસિદ્ધ થયેલાંમાં સૈાથી વિશેષ ધ્યાન ખેંચે એવું પુસ્તક સમરાદિત્ય સંક્ષેપ છે. જર્મનીનાં