પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૦૫

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૫
સામાયિક પત્રો અને છાપખાનાં.

મુખ્ય લખનાર હતા. કેટલાક કાળ સુધી 'ડાંડિયા' એ ઠીક સપાટો માર્યો હતો. વિનોદની સાથે લખનારાં બીજાં પત્રો પણ પ્રગટ થયાં હતાં. 'પારસીપંચ' એક એવું સચિત્ર રમુજી પત્ર હતું. એકવાર એ બંધ થઈને તરત ફરી નીકળ્યું હતું. અગાડી જતાં એણે માત્ર 'પારસી' નહિ પણ ‘હિંદીપંચ' એ નામ ધારણ કર્યું હતું. ઘણા લાંબા અનુભવને લીધે આ પત્ર વખાણવા લાયક બન્યું છે અને એનાં ચિત્રો વિલાયતનાં એવી જાતનાં પત્રોમાં પણ લેવાય છે. આ સિવાય 'ભીમસેન' 'પંચડાંડ' 'રમતારામ' 'દાતરડુ' વગેરે આની સહેજસાજ નક્કલ કરનાર પત્રો પણ પ્રગટ્યાં હતાં. 'ગપસપ' નામનું માસિક પણ આ કોટીનું છે.

જદુનાથજી મહારાજ અને કરશનદાસની વચ્ચે થયેલી તકરારના વખતમાં કરશનદાસનું 'સત્યપ્રકાશ' અને 'સદ્‌ધર્મબોધક અને પાખંડ ખંડક' ખુબ ઘુમતાં હતાં. એમના જવાબમાં જદુનાથજી મહારાજે 'સ્વધર્મ વર્ધક' નામે વર્ત્તમાન કાઢ્યું હતું. 'સત્યપ્રકાશ' ના અધિપતિ તરીકે સ્વ. મહીપતરામજીએ પણ કામ કર્યું હતું. આખરે 'સત્યપ્રકાશ' રાસ્ત ગોફતાર જોડે જોડાઇ ગયું અને બાકીનાં જરૂર જેટલી હયાતી ભોગવી મૃત્યુ પામ્યાં.

જુદી જુદી કોમો જુદા જુદા વિષયો અને જુદી જુદી વિદ્યાને અંગે ઘણાં વર્ત્તમાનપત્રો અને માસિક નિકળ્યાં છે.

ઉપરની હકીકત જોતાં જણાય છે કે છાપખાનાં અને વર્ત્તમાનપત્રની સાથે પ્રથમથી પારસી ગ્રહસ્થોનો વિશેષ સંબંધ હતો. લોકોમાં વર્ત્તમાનપત્રની વાંચનના શોખના વધારાની સાથે વર્ત્તમાનપત્રમાં લખાતી ભાષાનો પણ ફેલાવો થતો. આને લીધે આ વર્ત્તમાનપત્રોની ભાષાએ મુંબાઈની ભાષા ઉપર જબરી અસર કરી છે.

શુદ્ધ ગુજરાતી લખનારા વર્ત્તમાનપત્રની ખોટ ભાઈશ્રી ઇચ્છારામ સૂર્યરામે પુરી પાડી છે. પોતે સુરતના રહીશ હોઈને તેમણે મુંબાઈમાં