પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૧૪

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૯૪
સાઠીનૂં વાઙ્‌ગમય.

ભરૂચમાં સન ૧૮૬૧ માં 'ભરૂચ વર્તમાન' નામે પત્ર પહેલવહેલું નીકળ્યું હતું. 'ભરૂચ સમાચાર' 'ભરૂચ મિત્ર' વગેરે બીજાં પણ ત્યાં નીકળ્યાં હતાં. અમારા સ્મરણમાં કાંઈક છે કે સ્વ. બાળાશંકરે પોતાનું 'ભારતી ભૂષણ' નામનું ત્રિમાસિક પહેલું ભરૂચમાં જ કાઢ્યું હતું. સાહિત્યના વિષયો અને એમની કવિતાને લીધે એ પત્ર ગુજરાતી પ્રજામાં પ્રિય થઈ પડ્યું હતું.

ખેડામાં ૧૮૫૭ માં 'ખેડા નીતિપ્રકાશ' સને ૧૮૬૧ માં 'ખેડા વર્તમાન' નીકળ્યાં હતાં.

પ્રથમ વડોદરા અને વિદ્યાને વેર જેવું ગણાતું હતું. સ્વ. કવીશ્વરના ઘણા પ્રયાસ છતાં પણ તે વખતના ગાયકવાડ સરકારે ગુ. વ. સોસાઇટી તરફ અગર વિદ્યા વધારાના કોઈ કામ તરફ કરૂણા દૃષ્ટિ કરી નહોતી. પરતું પ્રજાને સુભાગ્યે મહારાજા સયાજીરાવની સુખદ કારકીર્દીમાં ત્યાં પણ વિદ્યા પુસ્તકો વગેરેનો આનંદદાયક વધારો થયો છે અને 'વડોદરા વત્સલ' 'સયાજી વિજય' અને 'દેશભક્ત' નામનાં વર્તમાનો પ્રગટ થયાં છે.

ભાવનગરમાં આ સાઠીની લગભગ શરૂઆતમાં 'મનોરંજકરત્ન' નામે ચોપાનીયું નીકળ્યું હતું. મર્હૂમ મીરઝાં મુરાદઅલી બેગના વિષયો એમાં પ્રગટ થતા હતા, એ વિષે અમે આગળ ઈસારો કરી ગયા છઈએ. રાજકોટમાં 'વિદ્યા ગુણ પ્રસારક મંડળી' નામની સંસ્થા ઉત્પન્ન થઈ હતી. કાઠીઆવાડના પ્રખ્યાત અને બહુશ્રુત ગૃહસ્થ સ્વ. રા. રા. મણિશંકર કીકાણીના સ્તુત્ય પ્રયાસથી ત્યાં સાહિત્ય સંબંધી પ્રવૃતિનો ઉદ્‌ભવ થયો હતો. તેમણે એક ઝવેરી શાદીરામ શંકરશેઠની મદદથી 'વિજ્ઞાનવિલાસ' નામનું માસિક કાઢ્યું હતું.

સ્વ. મણિશંકરજીના મરણ બાદ ‘વિજ્ઞાન વિલાસ’ દિનપ્રતિદિન ધીમું પડ્યું હતું. છેક પાછલા વખતમાં તો તદ્દન ભાષાન્તરના મનોયત્નોથી જ ભરપૂર દેખાવ દેતું. છેક જ ભાડુતી લખનારની કલમે જ માત્ર લખાતું. આમ ધીરે