પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૩૭

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૭
કેળવણીની શરૂવાત અને સ્થિતિ.

“ નરભેરાંમ શેવકરાંમ બીન માંડણજી પારશાત એક શહેર વાસ્તે વંમ પણ હાલ બંદર સુરત વાસ્તે વંમ બાઈ. દીવાલી ત્રવાડી. નરભેરાંમ અંબારાંમની ભારજા હરતાખરાંણ દતવાજત વીકરીત ઘર ૧ શહેર અમદાવાદમાં ચકલે ખાડીઆની હદમાં ધોબીની પોળમાં ઓઝા નરભેરાંમ સુખરાંમ વીગેરેના ઘરની જોડનું અમારા ધણીની મીલકતનું તે ઘરના ખંડની વીગત......”

......સેહેર ચલણી લેઇને એ ઘર આકાશથી તે પાતાલપરજંત કુલ અભરાંમ નદાવે આપ્યું છે તે ઘર જાવો ચંદર દીવા કરા ચાંદો સુરજ તપે તાંહાં પરજંત તમો તથા તમારા પુત્ર પુત્રાદીક સુખેથી ભોગવો વશો વાશો તમારી ઈચ્છા ઉપજે તે કરો તેમાં કોઈનો દરદાવો અલાખો નહી. ”

૧૮૩૦
 

( ૩ )
"પ્રકરણ ૮

વિભકત્યર્થ વિચાર.

શિ—સાત વિભક્તિના અર્થ કિયા તે કહો ?

ગુ—કહૂં છઉં.

વિભક્તિ યોગ્ય સઘળા શબ્દ ઉપરથી કર્ત્તાને અર્થે અથવા કર્મને અર્થે પ્રથમા થાય છે. ઉ. તે જાય છે એ ઠેકાણે પ્રથમ કર્ત્તાને અર્થે થઈ. તેણે કામ કર્યૂં એ ઠેકાણે કામ આ પ્રથમા કર્મને અર્થે થઈ. ગણવાનૂં જે માપ તરાજૂ ઈત્યાદિ. તે ઉપરથી પરિમાણાર્થે પ્રથમા થાય છે. ઉ. મણ ઘી, ફરો બાજરી, શેર ઘઉં ઇત્યાદિ. તે વાઘ મારે છે અહીયાં વાઘ એ પણ પ્રથમા કર્મને અર્થે થઈ. શંબોધન અર્થમાં પ્રથમા થાય છે. ઓકારાંત તથા ઉકારાંત શબ્દોના એક વચનને અંત્યસ્વરનેં આં તથા આ ક્રમે કરીને નિવર્તક થાય છે. ઉ. હે લાકડાં, હે ઘોડા ઇત્યાદિ.