પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૪૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

( ૭ )

“ વિષુવવૃત્ત ઊપર લંબરૂપ એવા બેઊ ધ્રુવો થકી જનારાં જે વર્ત્તુલો તેઓને યામ્યોત્તર અથવા રેશાવૃતો એવું નામ છે. જે સ્થળોમાંથી જે યામ્યોત્તર જાય છે તે તે ઠેકાણાનું યામ્યોત્તર જાણવું. એક યામ્યોત્તર ઉપર જેટલાં ઠેકાણાં હોય છે તેઓને એકજ વખતે મધ્યાન્હ થાય છે. માટે તેઓને કોઈ વખત મધ્યાન્હ વૃત્તો પણ કેહે છે. ”

“ ભૂગોળવિદ્યા પ્રથમ પુસ્તક—બાળગંગાધર શાસ્ત્રીના મરાઠી પરથી ભાષાંતર કર્તા ખેમજી હરજીવન જોશી. ઈ. સ. ૧૮૪૭ ”

૧૮૪૭
 
( ૮ )

“ એક શહીંએ ઘણાએક પશુઓને મારીને ખાધાં તેહનાં અજીરણે કરીનેં તેહને મોટો એક રોગ થયો, તારે તે જંગલના શરવે પશુ ઝુંડેઝુડને ટોલેટોલાં તેહના સમાચારનેં આવીઆં. એક શીઆલ માત્ર નોહતો આવીઓ. તે શંધી જોઈને વરૂએ શહીં રાજા આગલ શીઆલની ચુગલી ખાધી કે, મહારાજ શીઆલ તમ વીશે દુશટબુધી, ને હેંકારી તથા કરતઘન જણાએ છે. એહની નીંદાની ચરચા ચાલતી હુતી એટલામાં શીઆલ આવી પહોંચો, તેણે પણ તે થોડીએક વાત શાંભલીને શહીંની આંખ કરોધથી ચઢેલી દીઠી. તે શમે તેણે ચતુરાઈથી પોતાને બચાવીનેં વરૂના જીવ ઉપર વાત ઉલટાવી; તે શહીંને બોલીઓ કે મહારાજ આ ઘણાએક પશુ આહાં આવી મલીઆ છે, નેં બનાવટની વાતોથી જ દેખાડે છે કે, અમે મહારાજનું ભલું માગતા છઈએ, પણ જે માહારી હકીકત પુછો તો એ છે કે, જે ઘડી મહારાજના મંદવાડનું વરતમાન શાંભલીઉં, તે જ શમેં, જુઠો શીશટાચાર જેવો આ બીજા કરતા આવીઆ છે તેવો પડતો મુકીને હું મોટા મોટા વીદવાન શમરથ વૈદોને ઘેરઘેર ફરીઓ, શા સારું કે એહવું કોઈ રામબાણ જેહવું ઓશડ મલે છે કે તે સ્વામીને લાગુ થઆ વીના રેહેજ નહીં. તો છેલે તે મને જડીઉં તારે હુ સ્વામીની પાસે આવીઓ છઉં તે ઓશડ એ છે જે કોઈ