પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૬૯

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૯
મુંબાઇ–સુરત–કાઠીઆવાડ વગેરેના કામ કરનારા ગૃહસ્થો.

પાંચેક વર્ષ અસ્તિત્વ ભોગવ્યા પછી આ મંડળીએ સન ૧૮પ૬ ના માર્ચમાં 'બુદ્ધિવર્ધક ગ્રંથ' નામનું માસિક પત્ર કાઢ્યું હતું. આ માસિક કહાડવાનો વિચાર કરવાની સભા પહેલવહેલી મહીપતરામના ઘરમાંજ મળી હતી.

ઉત્તમ કપોળ કરશનદાસ મૂળજી–મૂળ કાઠીઆવાડના પણ ઘણા કાળથી મુંબાઈમાં વસેલા એક કપોળ વાણીઆના વંશમાં જન્મી માબાપના મરણને લીધે પોતાની માની કાકીને ત્યાં ઉછર્યા હતા. આ વીર પુરૂષના નામથી કોઇ પણ ગુજરાતી અજાણ્યો નહિ હોય. હિંદુ જનસમાજના સુધારા સારૂ અને વૈષ્ણવ ધર્મનો બગાડો અટકાવવા સારૂ એમનો સાહસ અને હિમ્મતભર્યો શ્રમ સરવના લક્ષમાં છે. એમનાં લખાણો ઉપરથી પ્રસિદ્ધ મહારાજ લાયબલ કેસ ઉપસ્થિત થયો હતો. ઘણી મહેનત અને પૈસાના વ્યય પછી મુંબાઇની હાઈકોર્ટના ચુકાદાથી એમના પક્ષની ફતેહ થઈ હતી. સાંસારિક સુધારાનો આ નિડર હિમાયતી પોતાનું નામ અમર કરી ગયો છે. જેમ સાંસારિક સુધારામાં તેમજ સાહિત્યસેવામાં પણ એણે ઘણી મહેનત કરી છે. એમણે ‘નીતિવચન,’ ‘શબ્દકોષ’ , ‘સંસારસુખ,’ ‘કુટુંબ મિત્ર,’ ‘ભેટપોથી,’ ‘નિબંધમાળા,’ ‘પાખંડ ધર્મખંડન નાટક,’ ‘વેદધર્મ,’ ‘મહારાજોનો ઇતિહાસ,’ ‘લાયબલ કેસ–રીપોર્ટ,’ ‘ઈંગ્લંડમાં પ્રવાસ,’ ‘પ્રવેશક’ વગેરે પુસ્તકો લખ્યાં હતાં.

મુંબાઈની આ પ્રવૃત્તિમાં સ્વ. મહીપતરામ રૂપરામ નિલકઠ સામેલ હતા તે આપણે જાણીએ છઈએ. સુરતવાળા દુર્ગારામ મહેતાજીની પાસે એમની કેળવણી શરૂ થઇ હતી. જાદુગરો જોડે એ મહેતાજીને થયેલા ઝઘડા વખતે આ નાના શિષ્ય પોતાના મહેતાજીની સાથે રહેતા અને મહેતાજીની બહાદુરીથી સાનંદાશ્ચર્ય પામતા હતા. દુરઘારામના એમના લખેલા જીવનચરિત્રમાં આ બનાવનું એમણે લખેલું બ્યાન વાંચતાં એમના મન ઉપર મહેતાજીની નિડરતા વગેરે બીજા ગુણોની કેવી છાપ પડી હશે, તેનો ખ્યાલ આવે છે. આવા આવા સંસ્કારોથી જ ઉંત્તેજાઈ વિલાયત ગમનનું મહાપાતક એમણે હિમ્મતથી કર્યું હતું ! સુધારાના અડગ અગ્રણી, કેળવણી