પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૭૩

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૩
શાળોપયોગી ગ્રંથો.

લેખનકળાના નમુના ઘણા સુંદર હતા. તેમાં દરેક અક્ષરના મરોડવાર વિભાગ પાડીને શાસ્ત્રીય ગોઠવણ કરી હતી. આ નમુના પણ ઘણા કાળસુધી નિશાળોમાં વપરાયા છે. ત્યારપછી અમદાવાદમાંથી પણ લેખનકળાના નમુના બહાર પડ્યા છે, અને સરકારના કેળવણી ખાતાએ નિશાળોમાં ચલાવવા સારૂ મંજૂર કર્યા છે.

(૧) વ્યાકરણ:

ગુજરાતી—મુંબાઈમાં સ્કુલબોર્ડની ઉત્પત્તિ વિશે, તેમજ તેણે સ્થાપેલી નિશાળો અને લખાવેલાં પુસ્તકો વિશે અમે અગાઉ સહેજ ઈસારો કરી ગયા છઇએ. રા. ગંગાધર શાસ્ત્રી ફડકે તે વખત નિશાળોના ઇન્સ્પેક્ટર હતા. મહેતાજીઓ તૈયાર કરવાનું કામ પણ એઓજ કરતા. શિક્ષણને સારૂ પુસ્તકો પણ એ ગૃહસ્થ જ લખતા. તેમણે બે ગુજરાતી વ્યાકરણ લખ્યાં હતાં. એક બાળ વ્યાકરણ અને બીજું વિસ્તારવાળું હતું. એઓ પોતેજ લખે છે કે “હું તો અસલ દક્ષણી પણ મે એ ભાષાઉપર (अभ्यास) અભીયાસ સારી પેઠે ( कर्यो ) કરીયો તથા ( संस्कृत ) સંસ્કરૂત વ્યાકરણ ભણેલો છઉં. તેથી તથા ( महाराष्ट्र ) મહારાસ્ટ ભાષાનું વ્યાકરણ પણ મે ( कर्युं ) કરીયું છે. તે ઉપરથી આ ગુજરાતી વ્યાકરણ બનાવ્યું છે. ”

આ ઉપરથી જણાશે કે રા. ગંગાધર શાસ્ત્રીને સંસ્કૃતનું વ્યુત્પન્ન જ્ઞાન હશે પણ ગુજરાતીનું કહેવા જેવું જ્ઞાન નહોતું. ઉપરના અવતરણમાં કૌંસમાં શુદ્ધ બાળબોધ અક્ષરે લખીને ગુજરાતી અક્ષરે અભ્યાસનું અભીયાસ, સંસ્કૃતનું સંસ્કરૂત વગેરે શું કરવા લખ્યું છે તે અમને સમજાતું નથી. વખતે ગુજરાતીમાં શુદ્ધ હોયજ નહિ અને જોડાક્ષર વગરનું અને અશુદ્ધ એટલે ગુજરાતી એવો એ સ્વર્ગવાસી શાસ્ત્રીનો ખ્યાલ હશે ! જેમ હોય તેમ પણ આવા વિદ્વાનને હાથે ગુજરાતી ભાષાનું પહેલું વ્યાકરણ લખાયું છે. આ વ્યાકરણોનું બધું ધોરણ સંસ્કૃત ભાષાના વ્યાકરણ ઉપરજ હતું. સન ૧૮૩૯ માં છપાયલા તેમના મોટા વ્યાકરણના મુખપૃષ્ટની પાછળની બાજુએ એક બે વાક્ય સૂચના રૂપે છાપેલાં છે. એ વાંચીને હસવું આવે એવું છે. અમારા વાંચનારાઓના વિનોદની ખાતર અમે એ લીંટીઓ અહીં