પૃષ્ઠ:Sathina Sahityanu Digdarshan (Eng. Literature of sixties) by Dahyabhai Derasari.pdf/૮૦

આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૦
સાઠીની સાક્ષર પ્રવૃત્તિ.

માહિતી, તેનું ગૂજરાતી ભાષાનું બહોળું શબ્દજ્ઞાન, ગૂજરાતી ભાષાનાં રૂઢ વાક્યો અને ખૂબીઓનું સરસ જ્ઞાન, યુવા–બાળા–વૃદ્ધ–માતા–પુત્ર–પતિ–પત્ની વગેરેના સંબંધનું તથા સ્વભાવનું–અને ટુંકામાં જનસ્વભાવનું તેનું સૂક્ષ્મ અવલોકન અને માનસિક ભાવોની વાણીદ્વારા વર્ણન કરવાની છટા, એ વગેરે બતાવી આપે છે."[૧] આ નાટકમાં વસ્તુ સંકળના, સ્થળ સંકળના અને કાળ સંકળના યથોચિત હોઈ આપણને સાનંદાશ્ચાર્ય ઉત્પન્ન કરે છે.

ભારતના કથા ભાગમાં ફેરફાર કરીને કવિયે પોતાનું ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ લખ્યું છે. ઇતિહાસની કથાને નાટકનું વસ્તુ બનાવી દેવામાં જરૂરનો ફેરફાર કરીને તેને રસમય કરી દીધી છે. ‘સાહિત્ય દર્પણ’ પ્રમાણે આ નાટકમાં નાટકનાં સઘળાં લક્ષણો નજરે પડે છે અને તેથી આ ‘પાંચાલી પ્રસન્નાખ્યાન’ યથાશાસ્ત્ર નાટકજ છે. નાટકના નામ પ્રમાણે એમાં જે જે બને છે તે પાંચાલી પ્રસન્નાર્થેજ બને છે. ‘નાટકના સંબંધે આમાં–પાંચાલી પ્રસન્નાખ્યાનમાં–બહુ સૌંદર્ય છે. તથા એવું સૌંદર્ય આણનાર કવિનું નાટ્શાસ્ત્રનું જ્ઞાન સંપૂર્ણ હોવું જોઈએ; એટલું જ નહિ, પણ તેણે ઘણાં નાટક ભજવાતાં પણ જોયાં હોવાં જોઈએ.’ ‘કવિનું ભાષા સંબંધી જ્ઞાન પણ વિસ્મય ઉપજાવે એવું છે,’ ‘તેણે કવિતા તથા ભાષણોમાં જે ધ્વનિ, અલંકાર અને માધુર્યાદિ ગુણ મૂકેલા છે તે જોતાં આ કવિને કોઈ સાક્ષાત્ સરસ્વતીનો પ્રાસાદિત કવિજ માનવો જોઈએ !’[૨]

ત્રીજો મળેલો ગ્રંથ ‘તપત્યાખ્યાન’ પણ ‘યથાર્થ લક્ષણ યુક્ત નાટકનો છે એમ સિદ્ધ થાય છે. આવાં રચનાવાળાં નાટકો ગૂજરાતીમાં જેણે લખ્યાં છે, ને તે પણ નહિ ધનની આશાથી કે નહિ કીર્તિની આશાથી, પણ પોતાની ગૂજરાતી ભાષાને ઉત્કૃષ્ટ બનાવવાના હેતુથીજ, એમ જ્યારે આપણા જાણવામાં આવે છે, ત્યારે આપણાથી પ્રેમાનંદને તેના પ્રયાસ માટે આનંદ તથા આશ્ચર્ય યુક્ત થઇને ધન્યવાદ આપ્યા વિના રહેવાતું નથી.’[૩]

ગુજરાતી ભાષાના સર્વોપરી કવિની પદ્વિ પ્રેમાનંદ સિવાય બીજા કોઇની નથી એ નિર્વિવાદિત છે. એણે ઉપર જણાવેલાં ત્રણ નાટકો ઉપરાંત


  1. ૧. પ્રા. કા. પુ. ૨૬.
  2. ૨. પ્રા. કા. મા.
  3. ૩. પ્રા. કા. મા.