આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

તેની સાથે ઘરસંસાર ચલાવે છે, અને બાકીની ત્રણના સરસમાચાર પણ પુછતા નથી કે તેઓ મૂવાં છે કે જીવતાં. વખત વિતતા સુંદરી વિવાહને યોગ્ય થઇ; ત્યારે તેના મામાએ કોઇ પાત્ર વર સાથે વિવાહ કરવાને વિગ્રહાનંદને પત્ર લખ્યો, પણ તેઓએ આ પત્ર પર કોઇ ધ્યાનજ આપ્યું નહીં. તેએા તો એમજ સમજતા હતા કે સુંદરીને કોઈ સત્પાત્ર કુલીન પતિ સાથે પરણાવવી એ તેના મામાનું આવશ્યક કર્મ છે. વળી સુંદરીની આજીએ(દાદી) પણ પત્ર લખીનેવિગ્રહાનંદને જણાવ્યું હતું, અને ત્યારે તેએાએ વરને શોધવા માટે ઘણો પ્રયાશ કીધો; પણ વિગ્રહાનંદને પોતાના કુળસમાન કોઈ યોગ્ય જમાઇ મળી આવ્યો નહીં.

આ પ્રમાણે સુંદરીને માટે પતિની શોધ થાય છે, એવામાં એક યોગ્ય જમાઈ ગુણવંતગૌરીને જડી આવ્યો. આ જમાઇ આશરે બાવીસ વર્ષનો છે. તેનું નામ સવીતાશંકર છે. સુંદરીના મામાના ઘરની પાસે, સવીતાનો બનેવી