આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૫

બોલ્યો, “હું તમને શું આશીર્વાદ દઉ ? હું એજ કહું છું કે તમારૂં સત્યાનાશ જાઓ !” વિઘ્નસંતોષીરામે કહ્યું, “તમે હમણાં મરો તેાજ મારો આત્મા ઠરે.”

રાયજીએ આ પ્રમાણે બનેવીના મોઢાથી મંગળ સમે અમંગલ વાત સાંભળી એટલે તેમને ધમકાવીને કહ્યું, “ચાલો હવે ટકટક કર્યા વગર ચાલ્યા જાઓ. તમો આ બાળકીના પિતા નથી, પણ પૂર્વજન્મનો શત્રુ છો. આજ આનંદને દિવસે અમંગળ શબ્દ કાઢતાં તમને શરમ નથી આવતી ? જેટલી મોટી જીભ નથી તેથી વધારે લાંબી વાત કરો છો, શરમ છે તમને !”

આમ કહેતાં, બંનેને પાછા હઠાવ્યા, પણ બંને આખા દિવસના ઉપવાસી હોવાથી વિગ્રહાનંદ ભીત સાથે અથડાયા, ને વિઘ્નસંતેાષીરામ જમીન પર પડી ગયા એટલે તે મોટે મોટેથી બરાડા પાડવા લાગ્યોઃ “રે કોઇ બચાવો, મને મારી નાંખ્યો; મારા પૈસા છીનવી લીધા. રે ગાયકવાડના ન્યાયીરાજ્યમાં મને આ પ્રમાણે