આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૯

જઈ, તેના પગને હાથ લગાડી જગાડ્યો. પછી તે બોલી “સ્વામિનાથ, આપને એક સુસમાચાર જણાવું તો આપ મને શું આપશો ?”

મંદિરાનંદે કહ્યું, “કોણ, મધુરિમા ? શું સુસમાચાર આપે છે ?”

મધુરિમા બોલી, “પણ કહો, કે તમે મને શું આપશો ?”

મંદિરાનંદ–“આ અંધા-સુરદાસ તમને ન આપે એવું શું છે વારૂ ?”

મધુરિમા - હું તે વાત સાંભળતી નથી. તમે એ વાર્તા સાંભળીને પ્રસન્ન થશો કે નહીં, ને મારા સર્વે અપરાધ માફ કરશો કે નહીં, તે કહો.

મંદિરાનંદ – આ આંધળાનો ક્રોધ તમારૂં શું વિપરીત કે અકલ્યાણ કરી શકે તેમ છે ?

મધુરિમા - ત્યારે આમ કહો કે તમે કંઇજ કરશો નહીં: અપરાધ ક્ષમા કરશો નહીં, કંઇ આપશો પણ નહીં, ને આનંદ પણ પામશો નહીં. જેવી તમારી ઇચ્છા, હું આપને એ વર્તમાન જણાવું.