આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧૧

લગ્ન કુળવાનને ત્યાંજ કરીશ, ગુણવંતગવરી ગભરાઈ, તે શું કરે ? પછી તેણે પ્રપંચ કીધો ને કહ્યું કે સુંદરીના લગ્ન વિઘ્નસંતોષીરામ સાથે કરીશ, અને છુપી રીતે પત્ર લખી સવિતાશંકરને તેડાવ્યો. તે આવ્યો, ને મને મળ્યો. પણ પોતાના સમ ખાઇને મને કહ્યું કે આ વાત હું તમને જણાવું નહીં. મેં તેને ઘણુંએ કહ્યું કે આમ વર્તવાનું પ્રયોજન નથી, તમો જાણશો તોપણ એ વાત ગુપ્ત જ રેહેશે; તથાપિ મારા કહેવાને પણ તેણે ગણકાર્યું નહીં, તે ગૂપચૂપ મને મળવા આવતો હતો. તે બેએક દિવસ ગુપ્ત રીતે આવ્યો, ને દાસીએ તેને જોયો. પણ સંધ્યાકાળ હોવાથી તે તેને ઓળખી શકી નહીં, એટલે તેણે તર્ક બાંધ્યો કે નવો નોકર ગુપચુપ ઘરમાં પુન:પુન: પ્રવેશ કરે છે. આ તેનો સંદેહ મારા મનને સંતાપ કરવા લાગ્યો, ને એ મિથ્યા ભુંડી વાર્તાના કોપથી મે તેને કાઢી મુકી. જતાં જતાં તે તમારૂં મન શંકાશીળ કરતી ગઈ, જે વાર્તા, તેજ રાત્રીના તમારા નિશ્વાસોદ્‌ગારથી, સંતાપથી